________________
૧૧૮]
ત્રિપૃષ્ટવાસુદેવે બાંધેલ અશાતા વેદનીય કમ [પવું કશું બાકીના અર્ધમાંથી અર્ધ રાજાએ લીધે, અને અવશિષ્ટ ભાગ બીજાઓએ ગ્રહણ કર્યો. પછી ઉત્તર દ્વારથી નીકળી પ્રભુ મધ્ય પ્રમાં રહેલા દેવછંદ ઉપર જઈ બેઠા; એટલે તેર ગણધર્મો મુખ્ય એવા શુભ ગણુધરે પ્રભુના ચરણપીઠ ઉપર બેસીને ધર્મદેશના આપી. જ્યારે બીજી પારસી પૂર્ણ થઈ, ત્યારે તેમણે ધર્મદેશના સમાપ્ત કરી. એટલે ઈ. વાસુદેવ અને બળરામ વિગેરે સર્વ પિતપતાને સ્થાને ગયા, અને જાણે બીજે સૂર્ય હોય તેમ જ્ઞાનરૂપ આલેકને વિસ્તારતા પ્રભુએ તે સ્થાનથી બીજે વિહાર કર્યો.
કેવળજ્ઞાન થયા પછી બે માસે ઉણ એકવીસ લાખ વર્ષ સુધી વિહાર કરતાં શ્રેયાસ પ્રભુને ચોરાશી હજાર મહાત્મા સાધુઓ, એક લાખ ને ત્રણ હજાર સાધવીએ, તેરસે ચૌદપૂર્વ ધારી, છ હજાર અવધિજ્ઞાની, છ હજાર મન:પર્યવજ્ઞાની, સાડા છ હજાર કેવળજ્ઞાની, અગ્યાર હજાર વૈક્રિય લબ્ધિવાળા, પાંચ હજાર વાદલબ્ધિવાળા, બે લાખ ને એગણાશી હજાર શ્રાવકે અને ચાર લાખ ને અડતાળીસ હજાર શુભ શ્રાવિકા–એટલે પરિવાર થયો. પછી પિતાને મક્ષિકાળ નજીક જાણીને સંમેતશિખર પર્વતે આવી પ્રભુએ એક હજાર મુનિઓની સાથે અનશન વ્રત ગ્રહણ કર્યું. એક માસને અંતે શૈલેશી ધ્યાને રહી, શ્રાવણ માસની કૃષ્ણ તૃતીયાને દિવસે ધનિષ્ઠા નક્ષત્રમાં આવતાં હજાર મુનિઓની સાથે શ્રી શ્રેયાંસપ્રભુ અનંત દર્શન, જ્ઞાન, વીર્ય અને આનંદમય સ્વરૂપવાળા પરમપદને પ્રાપ્ત થયા. - કોમાર વયમાં એકવીશ લાખ, રાજય પાળવામાં બેંતાળીસ લાખ અને દીક્ષા પાલનમાં એકવીશ લાખ-એમ સર્વ મળીને ચારાશી લાખ વર્ષનું આયુષ્ય હતું. શ્રી શીતલનાથ પ્રભુના મોક્ષકાળ પછી છાસઠ લાખ અને છત્રીસ હજાર વર્ષ તથા સે સાગરેપમે ઉણા એક કેટી સાગરોપમ ગયા ત્યારે શ્રી શ્રેયાંસ પ્રભુને નિર્વાણુકાળને મહત્સવ થયું હતું. તે નિર્વાણકલ્યાણકને મહત્સવ દેવતા અને ઈદ્રોએ મળીને કર્યો હતે. “મહાપુરૂષને અંતકાળ પણ પવરૂપે થાય છે, શાકરૂપે થતું નથી.'
હવે ત્રિપૃષ્ઠ વાસુદેવે બત્રીસ હજાર અંતઃપુરની સીઓ સાથે સુખે વિલાસ કરતાં પિતાનું કેટલુંક આયુષ્ય નિગમન કર્યું. અનુક્રમે સ્વયંપ્રભા રાણીથી ચેષ્ઠ શ્રી વિજય અને કનિષ્ઠ વિજય નામે બે પુત્રો થયા. એકદા રતિસાગરમાં મગ્ન થઈ રહેલા ત્રિપૃષ્ટની પાસે મધુર સ્વરથી કિનરને ઉલ્લંઘન કરે તેવા કેટલાએક ગવૈયાએ આવ્યા. તેઓએ વિવિધ રાગથી મધુર ગાયન કરી સર્વ કલાનિધિ એવા ત્રિપૃષ્ટ વાસુદેવનું હૃદય હરી લીધું. તેઓના ગાયનના ગુણથી ખુશી થઈ ત્રિપૃષ્ટ પિતાની પાસે રાખ્યા, કારણ કે બીજા સામાન્ય જને પણ ગાયનથી રંજીત થાય છે, તે તેને જાણનારાઓમાં અગ્રણી એવા ત્રિપૃષ્ટ વાસુદેવ કેમ રંજીત ન થાય? એક વખતે ઇંદ્રની પાસે ગંધર્વોની જેમ રાત્રિએ શય્યામાં સુતેલા ત્રિપૃષ્ટ વાસુદેવની પાસે તેઓ તારસ્વરે ગાવા લાગ્યા. હસ્તીની જેમ તેમના ગાયનથી જેમનું હૃદય આક્ષિપ્ત થયેલું છે એવા ત્રિપૃષ્ટ વાસુદેવે વારા પ્રમાણે આવેલા એક પિતાના શય્યાપાલકને આજ્ઞા કરી કે “જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org