SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧ લે ] ત્રિપૃષ્ટને કરેલ અદ્ધચક્રીપણાને અભિષેક [૧૧૫ અમાવાસ્યાને દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં છઠ્ઠાપમાં વર્તતા પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ આવીને સમવસરણ રચ્યું, તેમાં બેસીને મહા અતિશયવાળા અગ્યારમાં પ્રભુએ દેશના આપી. ભગવંતની દેશના સાંભળીને ઘણું પ્રાણીઓ પ્રનિબંધ પામ્યા. જેમાંના કેટલાએકે સર્વવિરતિપણું અંગીકાર કર્યું, અને કેટલાએક દેશવિરતિ થયા. પ્રભુને શુભ વિગેરે છેતેર ગણધરો થયા. પ્રભુના મુખથી ત્રિપદી સાંભળીને તેઓએ દ્વાદશાંગી રચી. તે તીર્થમાં ત્રણ નેત્રવાળે, વેતકાંતિને ધરનારે, વૃષભના વાહનવાળે, બે દક્ષિણ ભુજામાં બીજોરું અને ગદાને ધરનાર અને બે વામ ભુજામાં નકુલ અને અક્ષસૂત્ર ધરનાર ઈશ્વર' નામે યક્ષ પ્રભુને શાસનદેવતા થયે. તથા ગૌર અંગવાળી, સિંહના વાહનપર બેસનારી, દક્ષિણ ભુજામાં વરદ ને મુદુગરને ધારણ કરનારી અને વામણુજામાં કલશ ને અંકુશ રાખનારી માનવી નામે પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ તે યક્ષ અને દેવી નિરંતર જેમની સમીપેજ રહે છે એવા શ્રેયાંસપ્રભુ વિહાર કરતા કરતા એકદા સર્વ નગરોમાં શ્રેષ્ઠ એવા પિતનપુરના ઉધાનમાં પધાર્યા. ત્યાં સમવસરણને માટે વાયુકુમાર દેવતાઓએ એક જન પૃથ્વીને માર્જન કરી, મેઘકુમારેએ તે ઉપર સુગંધી જળને છંટકાવ કર્યો, વ્યંતરોએ સુવર્ણ તથા રત્નમણિઓથી તેનું તળ ચારે તરફ બાંધી લીધું, અને તેની ઉપર જાનુ પ્રમાણુ પંચવણ પુષ્પોની વૃષ્ટિ કરી. પછી દિશાઓના જાણે ભ્રકુટીભંગ હેય તેવા પ્રત્યેક દિશામાં તેણે બાંધીને તેના મધ્યભાગમાં અઢી ગાઉ ઉંચી એક પવિત્ર મણિમય પીઠ વ્યંતરોએ બાંધી. તેની નીચે ભવનપતિઓએ જાણે પૃથ્વીને મુગટ હેય તે સુવર્ણના કાંગરાવાળો પહેલે રૂપનો કિલ્લે કર્યો. તેની અંદર જોતિષી દેવતાઓએ પિતાના તેજવડે જાણે ર હેય તે રત્નના કાંગરાવાળે સુવર્ણ કિલે કર્યો. તેની અંદર વિમાનપતિઓએ માણિક્યના કાંગરાવાળે દિવ્યરત્નમય ત્રીજો કિલે ર. દરેક કિલે તરણ સહિત ચાર ચાર દ્વારા કર્યા. મધ્યકિલ્લાની ઈશાન દિશામાં મધ્યભાગે એક દેવ દે રચે, છેલ્લા ગઢની ગભૂમિમાં વ્યંતર દેવતાઓએ નવસે ને સાઠ ધનુષ્ય ઉંચું એક ચૈત્યવૃક્ષ વિકવ્યું. તેની નીચે પૂર્વરચિત મણિપીઠની ઉપર તેઓએ એક પ્રતિછંદ કર્યો, અને તેની મધ્યમાં પૂર્વાદિ ચારે દિશા તરફ ચરણપીઠ સહિત એક એક સિંહાસન સ્થાપિત કર્યું. તે સિવાય બીજું પણ જે જે કરવા ગ્ય કાર્ય હતું તે તે વ્યંતર દેવતાઓએ પૂર્ણ કર્યું, કારણ કે ભક્તિમાન પુરૂષે અપ્રમાદવડે સેવકેથી પણ ચડીઆતા થાય છે. ત્યાર પછી આકાશમાં રહેલા ત્રણ છત્રોથી શોભતા, બંને પડખે બે યક્ષેથી ચામરવડે વીંજાતા, આગળ ચાલતા ઇંદ્રવજથી શોભતા બંદીજનની જેમ પિતાની મેળે વાગતી દુંદુભિ જેમની આગળ માંગળિક શબ્દો ઉચ્ચારી રહી છે એવા, સૂર્યથી ઉદયાચળની જેમ ભામંડળથી પ્રકાશતા, કોટીગમે સુર, અસુર તથા નરોથી પરવરેલા, દેવતાએ એ આગળ સંચાર કરેલા નવ સુવર્ણકમળની ઉપર ચરણકમળને આરોપણ કરતા અને પ્રકાશમાન ધર્મચક્રવડે જેમને અગ્રદેશ અધિષ્ઠિત ૧ આ યક્ષનું બીજું નામ મનુજ છે. ૨ આ અક્ષણનું બીજું નામ શ્રીવત્સા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy