SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬] પ્રભુએ કરેલ સમવસરણમાં પ્રવેશ [પર્વ ૪થું છે એવા શ્રેયાંસ ભગવાને પૂર્વ દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. પછી ગુંજાવર કરતા જમરાઓના ધ્વનિથી જાણે સ્વાગતને પૂછતું હોય તેવા ચૈિત્યવૃક્ષને પ્રભુએ ત્રણ પ્રદક્ષિણ કરી, અને “નમસ્તીથ' એમ કહી કમલની કર્ણિકાના પ્રતિસ્જદરૂપ પૂર્વાભિમૂખ સિંહાસનને પ્રભુએ અલંકૃત કર્યું, અને બીજી ત્રણ દિશાઓમાં રત્નના સિંહાસન પર પ્રભુનાં પ્રતિબિંબ વ્યંતર દેવતાઓએ વિકવ્ય, પછી પૂર્વ દ્વારવડે પ્રવેશ કરીને સાધુઓ અગ્નિકુણમાં અનુક્રમે બેઠા, અને વૈમાનિકની સ્ત્રીઓ અને સાધ્વીઓ તેમની પાછળ ઉભી રહી, દક્ષિણદ્વારથી પ્રવેશ કરી અહંત પ્રભુને નમસ્કાર કરી ભવનપતિ, તિષી અને વ્યંતરોની ઓ નૈઋત્ય દિશામાં બેઠી, પશ્ચિમ દ્વારથી પ્રવેશ કરી અને પ્રભુને પ્રણામ કરી ભવનપતિ, તિષી અને વ્યંતરો વાયવ્ય દિશામાં બેઠા અને ઉત્તર દ્વારથી પ્રવેશ કરી ભગવંતને નમી અનુક્રમે ઈશાન દિશામાં વૈમાનિક દે, મનુષ્ય અને મનુષ્યની સ્ત્રીઓ બેઠી. એવી રીતે ત્રીજા વઝમાં શ્રીમાનું ચતુર્વિધ સંઘ, મધ્યપ્રમાં તિર્યંચ, અને નીચેનાં ગઢમાં તેમના વાહને ગોઠવાયાં. તે વખતે રાજપુરૂષે આવી ત્રિપૃષ્ટ અર્ધચક્રવતીને હર્ષથી કહ્યું-“ભગવાન શ્રેયાંસ પ્રભુ ઉદ્યાનમાં સમવસર્યા છે.” આ વાર્તા સાંભળી સઘ સિંહાસન પરથી ઉડી, પાદુકાને તજી દઈ ત્રિપૃષ્ટ વાસુદેવે પ્રભુની સન્મુખ દિશામાં ઉભા રહી તેમને વંદના કરી. પછી સિંહાસન પર બેસી પ્રભુના આગમનની વધામણીને કહેનાર પુરૂષને સાડાબાર કેટી સેનૈયા આપ્યા. પછી ત્રિપૃષ્ઠ વાસુદેવ મોટી સમૃદ્ધિએ થુક્ત થઈ. બળભદ્ર સહિત સર્વ પ્રાણીઓને શરણરૂપ એવા પ્રભુના સમવસરણ સમીપે આવ્યા, અને ઉત્તર દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી વિધિ પ્રમાણે પ્રભુને વંદના કરી બલભદ્રની સાથે ઈન્દ્રની પછવાડે બેઠા. પછી ઈન્દ્ર, વાસુદેવ અને બલભદ્ર ફરીથી ઉભા થઈ ભગવંતને પ્રણામ કરી ભક્તિભાવિત ગિરાથી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. “હે પરમેશ્વર ! અમંદ આનંદના ઝરાને આપનારા અને મોક્ષના કારણભૂત એવા તમને મેક્ષને અર્થે અમારે નમસ્કાર છે. તમારા દર્શન માત્રથી જ પ્રાણ બીજાં કર્મોને ભૂલી જઈ આત્મારામ થાય છે, તે તમારી દેશના સાંભળવાથી તે શું ન થાય? આ સંસારરૂપી “મરૂદેશમાં તમારો અવતાર થવાથી જાણે ક્ષીરસમુદ્ર પ્રગટ્યો હોય; કલ્પવૃક્ષ ઉગ્યું હોય કે “મેઘ વરસ્યો હોય તેમ જણાય છે, કુરકર્મરૂપ નઠારા ગ્રહેવડે પીડા પામતા એવા આ વિશ્વનું “રક્ષણ કરવા માટે તમે અગ્યારમા જિતેંદ્ર તિષીઓના પતિ (ચંદ્ર) રૂપે ઉદય પામ્યા છે. “સ્વભાવથી જ નિર્મળ ઈક્ષવાકુ રાજાઓનું કુળ જળવડે સ્ફટિકની જેમ તમે વિશેષ નિર્મળ “કરેલું છે. હે પ્રભુ! ત્રણ જગતના સર્વ પ્રકારના સંતાપને હરવાથી તમારૂ ચરણમૂળ સમગ્ર “પ્રકારની છાયાઓથી પણ અધિક થાય છે. કે જિનેશ્વર! તમારા ચરણકમળમાં ભમરરૂપે “રહેતાં મને એટલો ભષે હર્ષ પ્રાપ્ત થાય છે કે જેથી ભોગને માટે કે મોક્ષને માટે મને સ્પૃહ “રહેતી નથી. હે જગન્નાથ ! “ભભવ તમારા ચરણનું મને શરણ થજો' એવી હું પ્રાર્થના કરું છું. તમારી સેવાથી શું સાધી શકાતું નથી?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy