SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪] પ્રભુને માટે કરેલ સમવસરણની રચના [પ ૪ થું સર્વ પરિવારને લઈને પિતનપુર ગયે, અને ત્યાંથી ચક્ર વિગેરે સાત રને સહિત ત્રિપૃષ્ઠ વાસુદેવ પિતાના જયેષ્ઠ બંધુ બળભદ્રને સાથે લઈ દિગ્વિજ્ય કરવાને નીકળ્યો. પૂર્વમાં તે દિશાના મુખના મંડન રૂપ માગધપતિને, દક્ષિણમાં તે દિશાના મસ્તકની માળારૂપ વરદામદેવને અને પશ્ચિમમાં તે દિશાને પ્રકાશ કરનાર પ્રભાસદેવને પિતાની આજ્ઞા મનાવી, અને વૈતાઢય પર્વતની અને શ્રેણિના વિદ્યાધરને તેણે વિજય કર્યો. પછી તે બને શ્રેણિનું રાજ્ય જવલનજીને અર્પણ કર્યું. મહાત્માઓ સેવા કરવાથી ક૯૫વૃક્ષની જેમ ફળે છે. એવી રીતે દક્ષિણ ભરતાદ્ધને સાધી ત્રિપૃષ્ટ વાસુદેવ દિગ્યાત્રાથી નિવૃત થઈ પિતાના નગર તરફ જવાને પાછા વળ્યા. અર્ધ ચક્રવતીની સમૃદ્ધિથી અને ચક્રવતી કરતાં અદ્ધભુજાના બળથી યુક્ત એવા એ ત્રિપૃષ્ટ કેટલેક પ્રયાણે મગધ દેશમાં આવ્યા. ત્યાં સર્વ રાજાઓમાં તિલક સમાન એ વાસુદેવે પૃથ્વીનું જાણે તિલક હોય તેવી અને કેટી પુરૂષાથી ઉપાડી શકાય એવી એક મહાશિલા દીઠી. એ શિલાને પોતાની વામણુજાવડે ઉપાડીને આકાશમાં મસ્તક ઉપર છત્રની જેટલી ઊંચી કરી. તેમના આવા ભુજબળને જોઈને વિસ્મય પામેલા રાજાઓએ અને લોકેએ ચારણભાટની જેમ તેમની અત્યંત પ્રશંસા કરી. તે શિલાને પાછી ગ્ય સ્થાને સ્થાપના કરીને ત્યાંથી પ્રયાણ કરતાં કેટલેક દિવસે ત્રિપૃષ્ટ વાસુદેવ લક્ષ્મીના સ્થાનરૂપ પિતનપુરની નજીક આવ્યા. પછી મોટી સંપત્તિઓ જેમણે પ્રાપ્ત કરેલી છે એવા ત્રિપૃષ્ટ વાસુદેવ ગજેન્દ્ર ઉપર આરૂઢ થઈ લક્ષમીનું જાણે નવીન નગર હોય તેવા પિતનપુરમાં પ્રવેશ કર્યો. તે વખતે જાણે તારાવાળું આકાશ હોય તેમ મેતીના સાથીઆ ચારે તરફ પૂરેલા હતા, અને ઘેર ઘેર તેરણની શ્રેણિ બાંધેલી હતી, તેથી જાણે સેંકડો ઈંદ્રધનુષ્ય સહિત હોય તેવું તે નગર જણાતું હતું. જાણે મેઘ વરસ્યો હોય તેમ નગરની ભૂમિ ઉપર જળને છંટકાવ કરેલ હતું. સુંદર પાત્રોવાળા ઊંચા બાંધેલા મંચે વડે જાણે ઊંચા વિમાનવાળું હોય તેવું તે નગર દેખાતું હતું. ઘરે ઘરે માંગળિક ગીતે ગવાતાં હતાં, તેથી જાણે સ્થાને સ્થાને વિવાહમહોત્સવ ચાલતું હોય તેમ લાગતું હતું, અને લેકોની એવી ભીડ થઈ હતી કે જાણે જીવલેક બધે તે નગરમાં એકત્ર થયા હોય તેમ જણાતું હતું. નગરમાં પ્રવેશ કર્યા પછી પ્રજાપતિ રાજાએ, જવલનજીએ, અચલ બલદેવે અને બીજા રાજાઓએ મળીને ત્રિપૃષ્ટને અદ્ધચક્રીપણાને અભિષેક કર્યો. હવે દીક્ષા લીધા પછી બે માસ પર્યત છઘસ્થપણે વિહાર કરતા શ્રેયાંસ પ્રભુ અનુક્રમે પ્રથમના સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. ત્યાં અશેકવૃક્ષની નીચે કાયોત્સર્ગે રહેલા અને બીજા શુકલ ધ્યાનના અંતમાં વર્તતા એવા પ્રભુના, તાપમાં જેમ મીણ ગળી જાય તેમ જ્ઞાનાવરણી, દર્શનવરણી, મેહની અને અંતરાય એ ચાર ઘાતકર્મ વિનાશ પામ્યાં. જેથી માઘ માસની . ચક્ર, ધનુષ, ગદા, શંખ, કૌસ્તુભમણિ. ખર્શી ને વનમાળા એ સાત રને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy