SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧ લે ] ચક્રના આઘાતથી ત્રિપૃષ્ટને પ્રાપ્ત થયેલ મૂછી [૧૧૩ જાણે પ્રાયશ્ચિત કરવાને ઈચ્છતું હોય તેવું અશ્વગ્રીવે નાખેલું ચક્ર ત્રિપૃ પિતાની સમીપ રહેલું જોયું. એટલે જાણે સૂર્યનું ભાગીદાર હોય તેવું તેજથી ભયંકર તે ચક હાથમાં લઈને વાસુદેવે અશ્વગ્રીવને કહ્યું- “મોટી ઉગ્ર ગર્જના કરીને તેં મારા ઉપર આ ચક નાખ્યું હતું, પણ પર્વત સાથે હસ્તીમા પરાક્રમની જેમ તેં આ ચક્રનું પરાક્રમ પણ જોઈ લીધું છે; તે હે દુર્મતિ! હવે અહીંથી ચાલ્યા જા! મારની જેવા પાપવૃત્તિવાળા તને વૃદ્ધને કેણ હશે? આવા વચન સાંભળી દાંતથી અધરને ડસ અને કેપથી અંગને કંપાવતે અશ્વગ્રીવ ભ્રકુટી ચડાવીને બે -“અરે શિશુ! વૃક્ષના ખરી પડેલા ફળવડે પંગુની જેમ આ એક લેઢાને ખંડ મળવાથી તું કેમ ઉન્મત્ત થઈ જાય છે? એને મારી ઉપર છોડી દે, મારૂં બળ જે, એ ચક્રને આવતાં જ હું મુષ્ઠિથી ચૂર્ણ કરી નાખીશ.” અશ્વગ્રીવનાં આ પ્રમાણેનાં વચને સાંભળીને અકુંઠ શક્તિવાળા ત્રિપૃષ્ણ વાસુદેવે કપ કરી ચક્રને આકાશમાં ભમાડીને અશ્વગ્રીવ ઉપર છેડયું. તે ચકે તરત જ કદલીના થડની જેમ અશ્વગ્રીવનું મસ્તક છેદી નાખ્યું. કારણ કે પ્રતિવાસુદેવ પિતાના ચક્રથી હણાય છે. તે વખતે બેચરેએ હર્ષથી વાસુદેવની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી અને ઊંચે સ્વરે જયનાદ કર્યો. અવગ્રીવના દીનતા ભરેલા સિન્યમાં પ્રતિવનિથી ભૂમિ અને અંતરીક્ષને રૂદન કરાવતે માટે રૂદનવનિ ઉત્પન્ન થયો. અવગ્રીવના સ્વજને તરત જ એકઠા થયા, અને પુત્રોના નેત્રમાંથી ઝરતા અશ્રુના જળવડે જાણે નિવાપાંજલિ આપતા હોય તેમ અશ્રુધારા વરસાવતા તેમણે અશ્વગ્રીવના અંગને અગ્નિસંસ્કાર કર્યો. અથવગ્રીવ પ્રતિવાસુદેવ મૃત્યુ પામીને સાતમી નરભૂમિમાં તેત્રીશ સાગરોપમને આયુષ્ય નારકી થયે. એ સમયે આકાશમાં દેવતાઓએ ઊંચે સ્વરે ઉલ્લેષણ કરી કે-“હે રાજાઓ! તમે સર્વ પ્રકારે માન છેડી દે, અને ચિરકાળથી આદરેલે હયગ્રીવને પક્ષપાત મૂકી દે, કિંતુ ભક્તિથી ત્રિપૃષ્ટ વાસુદેવનું શ્રેષ્ઠ શરણ ગ્રહણ કરે; કેમ કે આ ભરતક્ષેત્રમાં, આ અવસર્પિણમાં આ પ્રથમ વાસુદેવ ઉત્પન્ન થયેલ છે, એ મહાભુજ રાજા ત્રિખંડ ભરતક્ષેત્રની પૃથ્વીને ભેકતા થશે.” આ પ્રમાણેની અંતરીક્ષમાં થયેલી દિવ્યવાણ સાંભળીને અશ્વગ્રીવના તાબાના સર્વે રાજાએ આવીને ત્રિપૃષ્ટ વાસુદેવને નમ્યા, અને અંજલિ જોડીને આ પ્રમાણે તેઓએ કહ્યું – “હે નાથ! અમેએ અજ્ઞાનપણથી અને પરતંત્રતાથી અદ્યાપિ પર્યત જે કાંઈ તમારા અપરાધ કરેલા હોય તે સર્વ ક્ષમા કરો. હવેથી અમે તમારા કિંકરની જેમ તમારી સર્વ આજ્ઞા પાળશું. હે પ્રભુ! અમને આજ્ઞા કરો.” ત્રિપૃષ્ણે કહ્યું“આમાં તમારે કાંઈ પણ અપરાધ નથી, સ્વામીની આજ્ઞા વડે યુદ્ધ કરવું તે ક્ષત્રિયે ધર્મ જ છે, તમે હવે ભય છેડી દે, હવેથી હું તમારા સ્વામી છું; તમે પિતપોતાના રાજ્યમાં નિર્ભયપણે મારા થઈને વર્તજે.” આ પ્રમાણે સર્વ રાજાઓને આશ્વાસન આપી જાણે બીજે ઇંદ્ર હોય તે ત્રિપૃષ્ટ વાસુદેવ પિતાના B - 15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy