SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪] અશ્વગ્રીવને થયેલ અપશુકના [૫ ૪ થું તરફ જોતાં તે મેટું શંકાનુ સ્થાન છે. માટે હે પ્રભુ! આ વખતે છ ગુણ્ણામાંથી આસનને ગુણુ ધારણ કરવા ઉચિત છે, માટા હાથી પણ અજ્ઞાતપણે દોડવાથી કાદવમાં ખુંચી જાય છે. આ બાળક સાહસ કરનારા છે, તેથી કદ્ધિ અષ્ટાપદની જેમ એકદમ ઉછળીને તે પેાતાનાજ ભગ કરશે તેા તમારૂ' હિત અહિં બેઠા બેઠા સિદ્ધ થશે. હું પૃથ્વીપતિ ! જો દિ આમ બેસી રહેવાનું સહન કરવાને તમે અસમથ હા તા તમારા સૈન્યને તેની સામે જવાની આજ્ઞા કરો. કેમકે તમારા સૈન્યના પરાક્રમને પણુ કાણુ સહન કરી શકે એમ છે ?' રાજાએ અભિમાનના આવેશથી મંત્રીની આવી સત્ય અને હિતકારી વાણીના અનાદર કર્યા. ગંરૂપી મિદરાના કેફવાળા પુરૂષાને ચેતના કમાંથી હાય! · અરે મ ંત્રી! તુ કાયર જાય છે.' એ પ્રમાણે કહી મંત્રીનેા તિરસ્કાર કરી કાપ પામેલા રાજાએ સેવકાની પાસે તરતજ પ્રસ્થાનના દુંદુભિ વગડાવ્યેા. તે દુંદુભિના શબ્દથી જાણે પાસેજ રહ્યા હાય તેમ સ* સૈનિકે સ સામગ્રી સાથે દૂરથી પણ તત્કાળ ત્યાં આવીને એકઠા થયા. પછી અશ્વગ્રીવે સ્નાનગૃહમાં જઈ ગંગાના નિળ અને ઊંચા તરગાવડે હંસની જેમ ઝારીએ માંહેના નિર્મળ જળવડે સ્નાન કર્યું, અને રેશમી વસ્ત્રથી શરીરને લુછી દીવ્ય ધૂપવડે પિત થયા. પછી નંદનવનમાંથી લાવેલા ગાશીષ ચંદનવડે તેણે શરીરે વિલેપન કરી છેડાવાળું શ્વેત વસ્ત્ર ધારણ કરી, તરવાર બાંધી, પુરાહિત જેને તિલક કરેલું છે એવા એ રાજાઓનાં તિલકરૂપ મહારાજા ચારણુભાટાથી સ્તુતિ કરાતેા, ઉજ્જ્વળ છત્ર અને ચામર સહિત, મદથી પૃથ્વીનું સિંચન કરતા એવા એક મોટા હાથી ઉપર આરૂઢ થયા. અનિવાય` શક્તિવાળા હાથીએ, અશ્વો અને રથાથી પરિવતિ થઈ અશ્વગ્રીવ રાજા પતાને પણ ચળાયમાન કરતા ત્યાંથી ચાલ્યા. માર્ગમાં ચાલતાં પ્રચર્ડ પવનથી હી'ચકા ખાતા એવા તેના છત્રનેા દંડ વૃક્ષની જેમ ભાંગી ગયા; અને વૃક્ષપરથી પુષ્પની જેમ તેમજ આકાશમાંથી તારાની જેમ અધગ્રીવના મસ્તક ઉપરથી છત્ર ભૂમિ પર પડી ગયું. જ્યેષ્ઠ માસમાં સરેાવરની જેમ અને શરદઋતુમાં કાદવની જેમ તેના હાથીનેા મદ તરત સુકાઈ ગયા; જાણે કાળથી ભય પામ્યા હાય તેમ તેણે મૂત્રાત્સગ કરવા માંડયો અને વરસપણે ગર્જના કરી પેાતાનું મસ્તક નીચું નમાવ્યું. ચારે તરફ રજની વૃષ્ટિ, રૂધિરની વૃષ્ટિ, દિવસે નક્ષત્રાનું અવલેાકન, ઉલ્કાપાત અને વીજળીનું પડવું ઇત્યાદિક ઉત્પાતા થવા લાગ્યા. ઊંચુ` મુખ કરી શ્વાના દીન સ્વરે રાવા લાગ્યા, સસલાએ પ્રગટ થવા લાગ્યા, ચિલ્લાએ આકાશમાં ફરવા લાગી, કાકાલ પક્ષીએ પાકારવા લાગ્યા, માથા ઉપર ગીધ પક્ષીઓ વધવા લાગ્યા, અને કપાત પક્ષી ધ્વજ ઉપર આવીને બેઠા. આ પ્રમાણે અધગ્રીવ રાજાને અપશુકને થયાં. આવાં નઠારાં શુકનોને પણુ અવગણીને યમરાજના પાસથી જાણે આકર્ષાયા હૈાય તેમ તે ઉચ્છ્વ ખલ થઈ ને આગળ ચાલ્યા. તે વખતે આવા અપશુકનો હાવાથી ઉત્સાહ રહિત થયેલા વિદ્યાધરા અને રણની ઉત્કંઠા વગરના રાજાઓ સ્વાધીન છતાં પણ જાણે તેઓને વેઠે પકડવા હાય તેમ આવી આવીને અધગ્રીવને વીટાઈ વળ્યા. સૈન્યવાળા થયેલ તે હયગ્રીવ અનુક્રમે પ્રયાણા કરતા કરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy