SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧ લો ] અશ્વગ્રીવને થયેલ અપશુકને [૧૦૫ રથાવને પરિસ્કાર કરનારા એવા રથાવત્ત પર્વત સમીપે આવી પહોંચ્યો. ત્યાં જાણે વૈતાઢયગિરિ હેય તેમ એ પર્વતની નીચેની ભૂમિ ઉપર અશ્વગ્રીવના હુકમથી વિદ્યાધરના સૈન્યએ નિવાસ કર્યો. આ તરફ પોતનપુરમાં વિદ્યાધરોના રાજા જ્વલન જટીએ બલભદ્ર અને વાસુદેવને કહ્યું“તમારામાં સ્વાભાવિક એવી શક્તિ છે કે જેની સામે કોઈ પણ ટકી શકે તેમ નથી, તથાપિ પ્રેમવડે ભીરૂ થઈ હું તમને કહું છું; કારણ કે પ્રેમ અસ્થાને પણ ભય બતાવનાર છે. વિદ્યાથી દુર્મદ, બળવાન, તીવ્ર, અનેક રાજાઓની સહાયવાળો, નિરંતર વિજય કરનારો અને ઊંચી ગ્રીવાવાળો એ અશ્વગ્રીવ કોને શંકા કરવા યોગ્ય નથી? જે કે એક વિદ્યા સિવાય તમારા બંનેને હયગ્રીવથી કાંઈપણ ન્યૂન નથી, વિદ્યા વિના પણ તમે તેને હણવાને સમર્થ છે; તેમ છતાં હું તમને પ્રાર્થના કરું છું કે તમારે વિદ્યાસિદ્ધિને માટે જરા શ્રમ કરવો; જેથી તેનું વિદ્યાવડે કરેલું માયાયુદ્ધ પણ વ્યર્થ જાય.” જ્વલનટનાં આવાં વચનોનો સ્વીકાર કરી, તેઓ શુદ્ધ વસ્ત્ર પહેરી વિદ્યાનું આરાધન કરવાને તૈયાર થયા. જવલન જટીએ તેમને વિદ્યા શીખવી, એટલે તે મંત્રબીજના અક્ષરોને મનમાં સ્મરણ કરતા બંને ભાઈઓએ એકાગ્રચિત્તે સાત રાત્રી નિર્ગમન કરી. સાતમે દિવસે શેષનાગને પણ કંપ થયો, અને સર્વ વિદ્યાઓ ધ્યાનારૂઢ એવા બલભદ્ર તથા વાસુદેવને પ્રાપ્ત થઈ. ગારૂડી, રોહિણી, ભુવનભણું, કૃપાણતંભની, સ્થામશુંભની, મચારિણી, તમિશ્રકારિણી, સિંહન્નાસિની, વેગાભિગામિની, વૈરિમોહિની, દિવ્યકામિની, પ્રવાસિની, કૃશાનુવષિણ, નાગવાસિની, વારિશેષણી, ધરિત્રવારિણી, બંધમોચની, વિમુક્તકુતળા, નાનારૂપિણ, લોહશંખલા, કાલરાક્ષસી, છત્રદશદિકા, ક્ષણલિની, ચંદ્રમૌલિ, રૂક્ષમાલિની, સિદ્ધતાડનિકા, પિંગનેત્રા, વનપેશળા, વનિતા, અહિફણા, ઘોષિણી અને ભીરૂભીષણ-આ પ્રમાણેના નામેવાળી વિદ્યાઓએ આવીને કહ્યું“અમે તમારે વશ છીએ. વિદ્યા સિદ્ધ થવાથી બન્ને જણા ધ્યાનમુક્ત થયા. મહાત્માઓને પુણ્યના આકર્ષણથી શું શું પ્રાપ્ત નથી થતું? પછી ત્રિપૃષ્ટ વાસુદેવે પિતાના ષ્ટ બંધુ અચલ બલભદ્ર સાથે પ્રજાપતિ અને જવલનજટી વિગેરેથી યુક્ત એવું મોટું સૈન્ય લઈ શુભ દિવસે પ્રયાણ કર્યું. જાણે ગરૂડે હોય તેવા વેગવાન મોટા પંચરંગી અશ્વોથી, જાણે જયલક્ષ્મીના મંદિરે હોય તેવા શત્રુઓને આસ્કંદ કરનારા રથી, ઐરાવતહસ્તીને ઉલ્લંઘન કરનારા મનદ્વત હાથીઓથી, જાણે કેશરીસિંહ હોય તેવા ફાળ દઈને ચાલતા ઉત્તમ દિલથી અને આકાશચારી તથા ભૂમિચારી લોકોથી આકાશ અને ભૂમિને આચ્છાદન કરતે, સ્વજનની જેમ અનુકૂળ શુકનેએ પ્રેરેલો, વાત્રોના નાદથી અને અશ્વ તથા ગજોના શબ્દોથી દિશાઓને ભેદતે અને મોટા સૈન્યના ભારથી પૃથ્વીને કંપાવતે ત્રિપૃષ્ણ વાસુદેવ પિતાના દેશના સીમાડા પર રહેલે જાણે શિલાતંભ (પાળીઓ) હોય તેવા રથાવત્ત પર્વત પાસે આવી પહોંચ્યા. બંને સૈન્યમાં “તમે આ યુદ્ધભૂમિમાં સભ્ય B - 14 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy