SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦] ત્રિપૃષ્ણકુમારના લગ્ન [ પર્વ ૪ થું થયેલા હતા, તે જાણે બે સામાનિક દેવતા સામસામા મળ્યા હોય તેવા જણતા હતા. તે બને રાજાઓના સંગમથી સૂર્યચંદ્રના સંગમની જેમ તે દિવસ પર્વના જેવો દેખાવા લાગે. પછી ત્યાંથી નગરમાં તેડી લાવીને સમુદ્ર જેમ મૈનાક પર્વતને નિવાસભૂમિ આપે તેમ પ્રજાપતિ રાજાએ તે વિદ્યાધર રાજાને નિવાસભૂમિ અર્પણ કરી. તે ભૂમિ ઉપર જોતજોતામાં વિદ્યાધરોએ વિદ્યાના બળથી જાણે બીજું પિતનપુર હોય તેવું વિચિત્ર હવેલીઓ વડે સુંદર એક રમણીય નગર રચ્યું. તે પુરની મધ્યમાં જાણે તેનો મુગટ હોય તેવો એક દીવ્ય તોરણ વાળો પ્રાસાદ કર્યો, તેમાં મેરૂ પર્વત પર સૂર્યની જેમ જીવવનટી રાજાએ નિવાસ કર્યો અને બીજા સામંતો, અમાત્યો અને સેનાપતિઓ પ્રમુખે, દેવતાઓ જેમ વિમાનમાં રહે તેમ પિતાપિતાને યોગ્ય જુદા જુદા મહેલમાં નિવાસ કર્યો. પછી વિદ્યાધરોના રાજા જવલન જટીની રજા લઈ પ્રજાપતિ ભરતીથી નિવૃત્તિ થયેલા સમુદ્રની જેમ પિતાના દરબારમાં પાછા આવ્યા. પછી પ્રજાપતિરાજાએ ઉત્તમ ભોજન, અંગરાગ તથા સુંદર પિોશાક વિગેરે વિદ્યાધરોના રાજાને માટે ભેટ તરીકે મોકલ્યું. પછી ત્યાં બન્ને રાજાઓએ શુભ આકૃતિવાળી ચમરેંદ્રની સભા હોય તેવા રત્નમય વિન હિમંડપ રચાવ્યા. કુળવૃદ્ધ સ્ત્રીઓએ રચેલી શિક્ષાચાર્યની લીલાથી બનેને ઘરે ધવલ મંગલ ગવાવા લાગ્યાં. પછી સુગંધી ચંદનના અંગરાગથી પ્રકાશમાન, નીલરત્ન પ્રતિમાની જેમ ગજેદ્ર ઉપર આરૂઢ થયેલા, અને અનુવર થયેલા સરખી વયના રાજકુમારોએ પરવરેલા ત્રિપૃષ્ણકુમાર પિતાના વાસગૃહથી નીકળીને જવલનજીના ભુવન સમીપે આવ્યા. ત્યાં રાજગૃહના તરણની નીચે પૂર્વ દિશામાં સૂર્યની જેમ અર્ધમંડલની રાહ જોતા ઉભા રહ્યા. અર્ઘ દીધા બાદ કુલસ્ત્રીઓથી માંગલિક ગીતે ગવાતે છતે ત્રિપૃષ્ણકુમાર નીચા નમી અગ્નિમય સંપુટ ભાંગી અણવરની સાથે માતૃગૃહ (માયરા)માં ગયા; ત્યાં છેડા સહિત વેત વસ્ત્રને ધારણ કરનારી અને નેત્રને આનંદ આપનારી એવી રાજકુમારી સ્વયંપ્રભા જાણે મૂર્તિમાન ચંદ્રપ્રભા હોય તેવી જોવામાં આવી. પછી વરકન્યા (ત્રિપૃષ્ટ અને સ્વયંપ્રભા) ચિત્રા નક્ષત્ર ને ચંદ્રમાની જેમ એક આસન પર સાથે બેઠા. પછી ઝાલરના નાદથી જ્યારે લગ્નનો સમય સૂચવવામાં આવ્યા ત્યારે પુરોહિતે સંપુટની જેમ તેમના હસ્તકમળને જોડી દીધા. તે વખતે નવા ઉગેલા પ્રેમરૂપી વૃક્ષને સિંચન કરવામાં જળરૂપ બન્નેની દ્રષ્ટિને તારામલક થયો. પછી ત્યાંથી સ્વયંપ્રભા અને ત્રિપૃષ્ણકુમાર અને વૃક્ષ અને લતાની જેમ સાથે મળીને વેદિના મધ્ય ભાગમાં આવ્યા. ત્યાં પીપળાદિક વૃક્ષોના સમિધવડે હુત દ્રવ્યની આહુતિ આપીને બ્રાહ્મણોએ અગ્નિને જાગૃત કર્યો. પછી બ્રાહ્મણે વેદમંત્રનો પાઠ કરવા લાગ્યા, એટલે વેદિના અગ્નિને દક્ષિણ તરફ રાખીને વરકન્યાએ તેની ફરતી પ્રદક્ષિણા કરી. આવી રીતે બલદેવના અનુજ બંધુ ત્રિપૃષ્ણકુમાર સ્વયંપ્રભાદેવીને પરણીને તેની સાથે હાથિણી પર આરૂઢ થઈ પોતાના ઘર તરફ ચાલ્યા. ઉગ્રવિનિવાળા વાજિંત્રોના નાદથી સૂર્યના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy