________________
યુકારંભ
સગ ૧ લે ]
[ ૧૦૧ અશ્વને ઉંચા કર્ણવાળા કરતા એ ત્રિષ્ટ વાસુદેવે સ્ત્રી સહિત પિતાના ઘરમાં પ્રવેશ કર્યો. આ વૃત્તાંત બાતમીદારરૂપ નેત્રવડે જાણવામાં અવ્યિાથી અશ્વગ્રીવ રાજા કે જે પ્રથમ સિંહને માર્યાની કથા સાંભળવાથી ક્રોધ પામેલો હતો તે વિશેષ ક્રોધાયમાન થયો. તેણે ચિંતવ્યું કે “હું છતાં જવલન જતી સ્ત્રીરત્ન બીજાને કેમ આપે ? કેમકે “રત્ન તે રત્નાકરમાંજ હોય.” તેથી તે આપનાર અને ગ્રહણ કરનારની પાસે કન્યાની યાચના કરવાને દૂતને મોકલો કારણકે નીતિમાં દૂત પ્રથમ છે.” આ પ્રમાણે મનમાં વિચારી એકાંતે નવા દૂતને બોલાવી બરાબર શિખવીને પોતનપુર તરફ મોકલ્યા. એ દૂત વાયુકુમારની જેમ શીવ્ર ગતિએ જવલનજટી પતનપુર હોવાથી ત્યાં જઈ પહોંચ્યો, અને જ્વલન જટીને આ પ્રમાણે કહ્યું-“ દક્ષિણ
કાદ્ધની ઉપર સૌધર્મ ઇંદ્રની જેમ દક્ષિણ ભરતાદ્ધનું રક્ષણ કરનાર હયગ્રીવ રાજાની આજ્ઞાથી હું તમને કહેવા આવ્યો છું કે તમારે ઘેર સ્વયંપ્રભ નામે કન્યારત્ન છે, તે તમે મહારાજા હયગ્રીવ પાસે જઈને તેને આપ; કેમકે ભરતક્ષેત્રનું રત્ન બીજાને ઘેર હોય નહીં. “વળી તે કટુ છાયાવાળા મહારાજા અશ્વગ્રીવ તમારા પણ સ્વામી છે, તો પુત્રી પણ તેને જ આપવી જોઈએ, કારણ કે નેત્ર તો મસ્તકેજ શોભે. વળી આજ સુધી આરાધેલા અશ્વગ્રીવ રાજાને હવે પુત્રી ન આપીને કપ પમાડે છે તે ધમેલા સેનાને કુંક મારીને ગુમાવવા જેવું કરો છો; માટે તેમ કરવું યોગ્ય નથી.” આવી રીતે દૂત કહી રહ્યો એટલે જવલન જટી બેલ્યો-“તે કન્યા તો મેં ત્રિપૃષ્ણકુમારને આપી દીધી છે; અને કન્યાદાન તો એકજવાર થઈ શકે છે. વળી બીજી પણ વસ્તુ કોઈને આપી દીધી હોય તે પછી તેના ઉપર આપ નારનો હક રહેતું નથી, તો આ કુળવાન કન્યાના સંબંધમાં તે તેમ શેનું જ સંભવે? તે તમે પોતે જ વિચારો.” આ પ્રમાણે જવલન જટીએ દૂતને કહ્યું, એટલે તે દૂત અંતઃકરણમાં કલુષિત થઈ ત્યાંથી નીકળે અને ત્રિપૃષ્ણકુમારની પાસે આવ્ય; કારણ કે “દૂત પિતાના સ્વામીના સંદેશાનેજ લઈ જનારો હોય છે.” તેણે ત્રિપૃષ્ણકુમારને કહ્યું-જગતને જય કરનાર અને આ પૃથ્વીના ઇંદ્ર અશ્વગ્રીવ રાજાએ મારી સાથે તમને કહેવરાવ્યું છે કે જેમ મુગ્ધ વટેમાર્ગુ રાજાના ઉદ્યાન સંબંધી વૃક્ષના ફળને ગ્રહણ કરે, તેમ મારે યોગ્ય એવી સ્વયંપ્રભા કન્યા તે ગ્રહણ કરેલી છે. બંધુઓ સહિત તમારો હું નિયંતા સ્વામી છું અને મેં તમારૂ ઘણા કાળથી રક્ષણ કરેલું છે, માટે એ કન્યારત્નને તું છોડી દે, સેવકને સ્વામીનું શાસન પ્રમાણ કરવું એગ્ય છે.” આવાં દૂતનાં વચન સાંભળી વિકટ ભ્રકુટી ચડાવવાવ ભાલસ્થળને ભયંકર કરતો અને રાતા લોચનથી કપાળની શોભાને ધારણ કરતો ત્રિપૃષ્ણકુમાર બેલ્યો-“હે દૂત! તારો સ્વામી શું જગતમાં આવો ન્યાય પ્રવર્તાવે છે? અહા! લોકોમાં અગ્રેસર ગણાતા એવા તારા સ્વામીની કેવી કુલીનતા છે! આ ઉપરથી મને એમ લાગે છે કે તેણે પોતાના દેશમાં રહેલી અનેક કુલસ્ત્રીઓને ભ્રષ્ટ કરી હશે! કેમકે યુવાન માજારની પાસે દુધનું રક્ષણ કેમ થઈ શકે? અમારી ઉપર તો તેને સ્વામિત્વ હક શામાટેજ હોય, પણ આવો માર્ગ લેવાથી બીજે ઠેકાણે પણ તેને સ્વામિત્વ હક હશે તે થોડા વખતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org