SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧ લે ] પ્રભુને જન્મ [ ૭૯ પર્વત હોય તે શ્વેતવર્ણ હસ્તી, બીજે સ્વપ્ન મત્ય સહિત શરદૂઝતુને મેઘ હોય તે ઉંચા શુંગવાળ વેત ઋષભ, જાણે છત્ર ધર્યું હોય તે ઉંચા પુંછવાળે કેશરીસિંહ, જાણે બીજી પિતાની મૂર્તિ હોય તેવી અભિષેક થતી લક્ષમીદેવી, જાણે પિતાને મૂત્તિમાન યશ હાય તેવી સુગંધી પુષ્પમાલા. જાણે અમૃતને કુંડ હોય તે જગ્ના સહિત પૂર્ણિમાને ચક, જાણે દેવકનું સીમંત રત્ન હોય તેવું દેદિપ્યમાન સૂર્યમંડળ, શાખાઓ યુક્ત વૃક્ષ હોય તે ચપળ પતાકાઓવાળે દવજ, જાણે કલ્યાણ ભંડાર હોય તે પૂર્ણ કુંભ, જાણે બીજે પવહુદ હોય તેવું મોટા પવવાળું સરોવર, જાણે સ્વર્ગ પર ચડવાને ઈચ્છતે હેય તે ઉછળતા મોજાવાળે સમુદ્ર, પાવક વિમાનને અનુજ' બંધુ હોય તેવું ઉત્તમ વિમાન, રત્નાકરનું સર્વસ્વ હોય તે રત્નપુંજ અને મોટા મંડલને હરનાર નિર્ધમ અગ્નિ-આ પ્રમાણે ચૌદ મહા સ્વપ્ન જોયાં. ભાદ્રપદ માસની કૃષ્ણ દ્વાદશીને દિવસે શ્રવણનક્ષત્રમાં વિષ્ણુદેવીએ ગેંડાના ચિન્હવાળા સુવર્ણવણ પુત્રને જન્મ આપે. તે વખતે આસનકંપથી પ્રભુના જન્મને જાણીને અધેલકમાં વસનારી ભેગંકરાદિક આઠ દિકકુમારીએ ત્યાં આવી. તેઓ તીર્થકરની માતાને નમસ્કાર કરી “તમે ભય પામશે નહીં' એમ કહી પોતાના આત્માને જણાવી સૂતિકા ગૃહની તરફ એક જન સુધી સંવર્તક વાયુવડે જમીનને સાફ કરીને માતાની નજીક ગાયન કરતી ઉભી રહી. નંદન ઉદ્યાનમાંહેના ફૂટ ઉપર રહેનારી હેવાથી ઉદર્વક સંબંધી મેઘંકરાદિક આઠ દિકન્યાઓએ આવી દેવીને પ્રણામ કરી પિતાને ઓળખાવી સુગંધી જળ યુક્ત વાદળ વિકવીને સૂતિકા ગૃહની ચારે તરફ એક જન પૃથ્વી પર જળસિંચન કર્યું. પછી પુષ્પવૃષ્ટિ કરીને તથા સુંદર ધૂપને સળગાવીને વિષ્ણુદેવીની નજીક અહતગુણેને ગાતી ઉભી રહી. પછી પૂર્વ રૂચકથી નંદત્તરાદિક આઠ કુમારીએ, દક્ષિણ રૂચકથી સમાહારાદિક આઠ કુમારીએ, પશ્ચિમ રૂચકથી ઈલાદિક આઠ કુમારીઓ અને ઉત્તર રૂચકથી અલંબુશાદિક આઠ કુમારીએ આવીને અહંતને તથા માતાને નમસ્કાર કરી, પિતાને ઓળખાવી, દર્પણ, ઝારી, પંખા અને શ્વેત ચામરને ધારણ કરી પૂર્વાદિક દિશાઓમાં અનુક્રમે ગાયન કરતી ઉભી રહી. રૂચક પર્વતની વિદિશાઓમાંથી ચિત્રાદિક ચાર કુમારીઓ આવી પૂર્વ પ્રમાણે નમસ્કાર કરી હાથમાં દીપક લઈ વિદિશાઓમાં ગાયન કરતી ઉભી રહી. રૂચક દ્વીપમાં રહેનારી રૂપાદિક ચાર દિકુમારીઓએ ત્યાં આવી અહેમંત તથા તેમની માતાને નમસ્કાર કરી પોતાને ઓળખાવી ચાર અંગુલથી અધિક પ્રભુના નાળનું છેદન કર્યું, અને તે ત્યાંજ ખાડો ખેદી તેમાં ક્ષેપન કર્યું. તે વિવરને વજા રત્નથી પૂરી તેની ઉપર અપૂર્વ ધ્રોવડે નિબિડ પીઠિકા બાંધી; પછી તેમણે સૂતિકાગ્રહની ત્રણ દિશાઓમાં સિંહાસન અને ચતુશાલ સહિત ત્રણ કદલીગૃહો રચ્યાં, અને પ્રભુને હાથમાં તથા માતાને ભુજાપર ગ્રહણ કરી દક્ષિણ દિશાના કદલીગૃહમાં ચતુશાલની મધ્યમાં સિંહાસન ૧ નાનો ભાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy