SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮] વિષ્ણુરાજા તથા વિષ્ણુરાણીનું વૃત્તાંત [ પર્વ ૪ થું રાજમુનિ કર્મની જેમ શરીરને કૃશ કરતા છતાં વિહાર કરવા લાગ્યા. પ્રવચન સિદ્ધાંતમાં કહેલા અહંદુભકત્યાદિક સ્થાનકોના આરાધનથી તેમણે તીર્થંકરનામકર્મ દઢ રીતે ઉપાર્જન કર્યું. અવસાનકાળે એ તપસ્વી મુનિ શુભ ધ્યાન ધરી અને ચાર શરણુ લેવામાં તત્પર થઈ મહાશુક નામના સાતમાં સ્વર્ગલોકમાં ગયા. આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રનું આભૂષણ અને ભૂમિનું જાણે રત્નમય નુપૂર ન હોય તેવું સિંહપુર નામે નગર છે. ત્યાં આવેલા મંદિરની રત્નમય ભી તેમાં તારાઓના પ્રતિબિંબ પડે છે. તેથી તે રંગબેરંગી પટની શોભાને ધારણ કરે છે. તે નગરના કિલ્લાની મેખલામાં મેઘ આવી આવીને વિશ્રામ લે છે, તે દષ્ટિદેષની રક્ષાને માટે જાણે કાજળના તિલક કર્યા હોય તેવા જણાય છે, ત્યાંના ધનાઢય લેકેના ઘરમાં ફરતી સ્ત્રીઓના સુંદર નુપૂરશÈવડે લક્ષમીદેવી હંમેશાં સંગીતઉત્સવ કરતી હતી. જ્યારે વર્ષાદ વરસતે ત્યારે તે નગરીના ગૃહમાંથી પ્રસરતા જળના પ્રવાહ રત્નોને તાણે જતા હતા, જેથી તે વખતે રત્નાકરના પ્રવાહની તુલનાને પામતા હતા. આ સુંદર નગરમાં યશવડે વ્યાપ્ત, ભુજપરાક્રમથી સમર્થ અને વિષ્ણુના જેવા પરાક્રમવાળે વિષ્ણુરાજ નામે રાજા હતા. તેનામાં ઇદ્રિયજય નામે એવે ઉત્તમ ગુણ હતો કે પૃથ્વીમાં નાખેલું બીજ જેમ ધાન્યરાશિને ઉત્પન્ન કરે તેમ તે ગુણરાશિને ઉત્પન્ન કરતું હતું. પ્રણામ કરનાર ઉપર તુષ્ટ થયેલી અને શત્રુ ઉપર રૂષ્ટ થયેલી તે રાજાની દષ્ટિ લક્ષમીની અને ભીતિ(જય) ની સ્વયંવર માલારૂપ થતી હતી, જેમ ગ્યતાથી દાનધર્મ અને સત્ય વચનથી વાણુ શેભે તેમ ઉજ્વળ યશથી તેનું પરાક્રમ શોભતું હતું શૌર્ય, ગાંભીર્ય અને પર્યાદિક ગુણનું, ક્રીડાનું તથા સંગીતનું તે એક સ્થાન હતો. ઈંદ્રને જેમ ઇંદ્વાણ તેમ સ્થિરતાના ગુણથી જાણે બીજી પૃથ્વી હોય તેવી સ્વરૂપથી પ્રકાશિત વિષ્ણુ નામે તેને પત્ની હતી. તે શિરીષના પુષ્પ જેવા કેમળ પિતાના શરીર ઉપર ખર્ષની ધારા જેવું તિણ સતીત્રતરૂપ આભૂષણ ધારણ કરતી હતી. જેમ મહારાજા વિષ્ણુ પરાક્રમથી અનુપમ હતા તેમ તે રાણે રૂપલાવયની સંપત્તિથી અનુપમ હતી, તે પિતાની ગતિમાંજ મંદ હતી પણ ધર્મકાર્યમાં મંદ નહોતી, અને દેહના મધ્ય ભાગમાંજ તુચ્છ (કૃશ) હતી પણ આશય (વિચાર ) માં તુચ્છ નહતી. પરસ્પર જાણે તેમનું ચિત્ત પરિવાચેલું હોય તેમ નિર્વિઘ ક્રીડા કરતા તે રાજા અને રાણને પરસ્પર અક્ષય પ્રીતિ બંધાયેલી હતી. આ તરફ મહાશુક દેવલેકમાંથી નલિની ગુલ્મ રાજાને જીવ પોતાનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરી, જયેષ્ઠ માસની કૃષ્ણ ષષ્ટીએ ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં ત્યાંથી ચ્યવીને વિષ્ણુદેવીની કુક્ષિમાં અવતર્યો. તે વખતે નારકીઓને પણ સુખ થયું અને ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો; કારણકે તીર્થકરોના દરેક કલ્યાણકમાં એક ક્ષણ એમ થાય છે. તે વખતે વિષ્ણુદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારા ચૌદ મહાસ્વપ્ન મુખમાં પ્રવેશ કરતા જોયાં. પ્રથમ સ્વપ્ન જાણે સંક્ષેપેલે વૈતાઢય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy