________________
ઇંદ્રને અભિષેક અને સ્તુતિ
[પ ૪ થું ઉપર સ્થાપન કર્યા. ત્યાં શતપાકાદિક તિથી બનેને મર્દન કરી સુગંધી દ્રવ્ય અને સૂક્ષમ પીઠીવડે સુખસ્પર્શથી તેમનું ઉદ્ધર્નાન કર્યું. ત્યાંથી પૂર્વ દિશાના કદલીગૃહના ચતુશાલવાળા સિંહાસન પર લઈ જઈ ત્યાં ગંધ પુષ્પવાળા શુદ્ધ જળવડે તેઓને સ્નાન કરાવ્યું. પછી વસ અલંકારાદિક પહેરાવી ઉત્તરના કદલીગૃહના ચતુશાલવાળા સિંહાસન પર બેસાર્યા. પછી અરણીમાંથી ઉત્પન્ન કરેલા અગ્નિથી ગાશીષચંદન બાળી તેની ભસ્મથી બનેને હાથે રક્ષાગ્રંથિ બાંધી. “અને પર્વતના જેવું આયુષ્ય થાઓ” એમ પ્રભુના કાનમાં કહીને રત્નમય પાષાણના બે ગેળા સામસામા અથડાવ્યા. પછી પ્રભુને તથા માતાને સૂતિકાગ્રહમાં લઈ જઈને તેમની પાસે તેઓ માંગળિક ગીત ગાવા લાગી; ત્યાર પછી તે સર્વ સ્વસ્થાનકે ગઈ એટલે સૌધર્મ ઇંદ્ર અવધિજ્ઞાનવડે પ્રભુના જન્મને જાણીને ત્યાં આવી, પાલક વિમાનવડે પ્રભુના સૂતિકા ગૃહની પ્રદક્ષિણા કરી અને ઈશાન દિશામાં પાલક વિમાનને રાખી સૂતિકાગ્રહની અંદર પ્રવેશ કરી અહંતને તથા માતાને નમસ્કાર કર્યો. પછી માતાને અવસ્થાપિની નિદ્રા આપી તેમની પડખે પ્રભુનું પ્રતિબિંબ મૂકી ઈંઢે પિતાના પાંચ રૂપે વિકુવ્ય. એક રૂપે પ્રભુને ધારણ કરી બીજે રૂપે માથે છત્ર ધર્યું, બે રૂપે બે બાજુ ચામર ધારણ કર્યા, અને એક રૂપે વજ લઈને પ્રભુની આગળ ચાલ્યા. ક્ષણવારમાં મેરૂપર્વત પર અતિપડકંબલા શિલા ઉપર ઇદ્ર આવ્યા. ત્યાં ઉસંગમાં પ્રભુને રાખી સિંહાસન ઉપર બેઠા.
પછી અચુત વિગેરે નવ કલાઁદ્રો, ચમર વિગેરે વીશ ભવનપતિના ઇંદ્ર, કાલ વિગેરે બત્રીશ વ્યંતરોના ઇદ્રો અને સૂર્ય તથા ચંદ્ર એ બે જતિષ્કના ઇદ્રો-સર્વે મળીને ત્રેસઠ ઇંદ્રો પ્રભુને જન્મસ્નાત્ર મહોત્સવ કરવાને ત્યાં આવ્યા. તેમની આજ્ઞાથી તરતજ આભિગિક દેવતાઓએ પૂર્ણ કુંભ વિગેરે ઉપકરણે વિકુર્યા. પછી અમ્મુતાદિક સર્વ ઈંદ્રોએ અનુક્રમે પવિત્ર તીર્થોદકવડે પ્રભુને સ્નાત્ર કર્યું
છેવટે ઈશાનપતિના ઉલ્લંગમાં પ્રભુને બેસાડી શકઈઢે ચારે દિશાઓમાં સફાટિકના ચાર વૃષભ વિદુર્થી. તેઓના સંગમાંથી એકઠી મળીને પડતી ઉજવળ જળધારાવડે શક્રઈકે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી તે સફાટિકના વૃષભાને સંહરી લઈ શકઇદ્ર ચંદનાદિકવડે પ્રભુનું અર્ચન કરી આરતિ ઉતારીને નીચે પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
હે પ્રભુ! સર્વ કલ્યાણકોમાં શ્રેષ્ઠ તમારૂં જન્મકલ્યાણક પવિત્ર ભક્તિવાળા એવા મને “કલ્યાણકારી થાઓ. હે ઈશ! તમને હું કેટલું સ્નાત્ર કરાવું? તમારૂ કેટલું પૂજન કરૂં?
અને તમારૂં હું કેટલુંક સ્તવન કરૂં? મને તમારું આરાધન કરવામાં તૃપ્તિ થતી નથી. “હે પ્રભુ! તમારા જેવા રક્ષક છતાં કુતીથિંકરૂપી વ્યાઘથી ત્રાસ પામેલે આ ધર્મરૂપી વૃષભ “હવે આ ભરતક્ષેત્રમાં વેચ્છાથી વિચરે. હે દેવાધિદેવ ! આજે સારે ભાગ્યે મારા હૃદયરૂપી “મંદિરમાં તમે નિવાસ કરી તેને સનાથ કરેલું છે. જેવી રીતે તમારા ચરણનખનાં કિરણે “મારા શિર આગળ પ્રસરવાથી મને આભૂષણરૂપ થાય છે, તેવી રીતે આ મુગટ વિગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org