________________
૭૫૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
૩.
મનસા પ્યાલા પ્રેમ-મસાલા બ્રહ્મ-અગ્નિ પરજાલી; તન ભાઠી અવટાઈ પીયે, કસ જાગે અનુભવ લાલી. આશા. અગમ પીયાલા પીયો મતવાલા ! ચિને અધ્યાતમ વાસ; આનંદઘન ચેતન છ ખેલે, દેખે લોક તમાસા. આશા.
શ્રી રૂપવિજયકૃત પાર્શ્વનાથ મહિમા લાવણી તું અકલંકી રૂપ સરૂપી પરમાનંદ પદ તું દાઈ; તું શંકર બ્રહ્મા જગદીશ્વર વીતરાગ તું નિરમાઈ. તું. ૧. અનોપમરૂપ દેખી તુજ રીઝે, સુર નરનારીકે વૃંદા; નમો નિરંજન ફણિપતિ સેવિત, પાસ ગોડીચા સુર કંદા. તું. ૨. કાને કુંડળ શિર છત્ર બિરાજે, ચક્ષુ ટીકા નિરધારી; હરત બિજોરુ હાથ સોહીએ, તુમ વંદે સહુ નર નારી! તું. ૩. અગ્નિ કાષ્ટસે સર્ષ નિકાલ્યા, મંત્ર સુનાયા બહુ ભારી; પૂર્વ જન્મના વૈર ખોલાયા, જળ બરસાયા શિવધારી. તું. ૪. જળ આવી પ્રભુ નાકે અડીયા, આસન કંપ્યા નિરધારી; નાગ નાગણી છત્ર ધરે છે, પૂર્વ જન્મકા ઉપકારી. તું. ૫. રૂપ વિજય કહે સુણ મેરી લાવણી ઐસી શોભા બહુ સારી; માત પિતા બાંધવ સહુ સાથે, સંજમ લીધાં નિરધારી. તું. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org