________________
પ્રતિક્રમણ પછી-ભાવના-દુહો૦૭૩૯ જે ચારિત્રે નિર્મળા, તે પંચાનન સિંહ; વિષય કષાયને ગંજીયા, તે પ્રણમું નિશદિશ. ૧૧. રાંક તણી પડે રડવડ્યો, નિધણીયો નિરધાર; શ્રી સીમંધર સાહિબા, તુમ વિણ ઈણે સંસાર. સકલ સમીહિત પૂરવા, કલ્પવૃક્ષ અવતાર; પાર્થ પ્રભુ પ્રસન્ન સદા, શંખેશ્વર સુખકાર. પ્રભુપૂજ ભાવે કરો, પ્રેમધરી મન રંગ; દુઃખ દોહગ દૂર ટળે, પામે સુખ મન ચંગ. પ્રભુ પૂજનકું હું ચલ્યો, કેશવ ચંદન ધનસાર; નવ અંગે પૂજા કરી, સફળ કરું અવતાર. શ્રી જિનેશ્વર પૂજના, ઉત્કૃષ્ટ પરિણામ; કરતાં કેઈ જીવ પામીઆ, સ્વર્ગ-મોક્ષના ધામ. સમકિતને અજુવાળવા, ઉત્તમ એક ઉપાય; પૂજાથી તમે પ્રીછજો, મનવંછિત સુખ થાય. પૂજા કુગતિની અર્ગલા, પુણ્ય સરોવર પાળ; શિવગતિની સાહેલડી, આપે મંગળમાળ. જિન દર્શન પુજન વિના, જેહના દહાડા જાય; તે સર્વ વાંઝિયા જાણીએ, વળી જન્મ નિરર્થક થાય. ૧૯. સિદ્ધચક્રના ગુણ ઘણા, કહેતાં નાવે પાર; વાંછિત પૂરે દુઃખ હરે વંદુ વારંવાર. સમકિત પામે જીવને, ભવ ગણતીએ ગણાય; જો વળી સંસારે ભમે, તો પણ મુકતે જાય. સમકિત વિણ નવ પૂરવી અજ્ઞાની કહેવાય; સમકિત વિણ સંસારમાં, અર હો પરહો અથડાય. ૨૨. વીર જિનેશ્વર સાહિબો, ભમિયો કાળ અનંત; પણ સમકિત પામ્યા પછી, અંતે થયા અરિહંત. ૨૩.
૧૮.
૨૦.
૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org