SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ સજ્ઝાયો – ૭૩૭ (૧૨) ઊંચા મંદિર માળિયા (સજ્ઝાય) ઊંચા મંદિર માળિયા, સોડ વાળીને સૂતો; કાઢો કાઢો રે એને સહુ કહે, જાણે જનમ્યો જ ન્હોતો. એક રે દિવસ એવો આવશે, મન સબળોજી સાલે; મંત્રી મળ્યા સવિ કારમા, તેનું કાંઈ ન ચાલે. એક રે. સાવ સોનાનાં રે સાંકળાં, પહેરણ નવનવા વાઘા; ધોળું રે વજ્ર એનાં કર્મનું, તે તો શોધવા લાગા. એક રે. ચરૂં કઢાઈઆ અતિઘણા, બીજાનું નવિ લેખું; ખોખરી હાંડી એના કર્મની, તે તો આગળ દેખું. એક રે. કોનાં છોરું કોનાં વાછરું, કોનાં માય ને બાપ; અંતકાળે જાવું જીવને એકલું, સાથે પુણ્ય ને પાપ. એક રે. ૫. સગીરે નારી એની કામિની, ઉભી ટગ મગ જુવે; તેનું પણ કાંઈ ચાલે નહિ, બેઠી ધૂસકે રૂપે. એક રે. વહાલાં તે વહાલાં શું કરો, વહાલા વોળાવી વળશે; વહાલાં તે વનનાં લાકડાં, તે તો સાથે જ બળશે. એક રે. નહિ ત્રાપો નહિ તુંબડી, નથી તરવાનો આરો; ઉદયરતન ઈમ ભણે પ્રભુ, મને પાર ઉતારો. એક રે. પ્ર.-૩-૪૭ Jain Education International For Private & Personal Use Only ૧. ૩. ૪. ૬. ૭. ૮. www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy