________________
4
૪
૭૩૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ લોકપ્રિય ચોથો ગુણ સદા મિથ્યા વચન ન બોલે કદા; કુરદૃષ્ટિ ન કરે કોઈછ્યું એ પંચમ ગુણ બોલ્યો ઈસ્યું. ૩. પાપ થકી ભય પામે ઘણું છઠો ગુણ વિણ જે નિરમાં; મનિ ન ધરે ધીકાઈપણું એ સત્તમગુણ ઋજુતાપણું. ગુણ અવગુણ જાણે ધરી નેહ દાક્ષમ્ય ગુણ અઠ્ઠમ કહ્યો એહ; લજ્જાલુ નવમો ગુણ ભણું કાર્ય અકાર્ય વિચારે ઘણું. સર્વ કામે યતના પરિણામ દયાવત્ત દસમો અભિરામ; એકાદશમો કહ્યો મધ્યસ્થ સાધુ અસાધુ દેખીને સ્વચ્છ. ગુણવંત દેખી આણે પ્રીતિ એ બારમો ગુણ પરીતિ; સૌમ્યદૃષ્ટિ ગુણ કહ્યો તેરમો પરહિતકારી ગુણ ચૌદમો. ૭. કિધો ગુણ જાણે વળી જેહ પનરસમો ગુણ બોલ્યો એહ; વૃદ્ધ આચાર ભલો ચિત્ત ધરે સોલસમો ગુણ અંગે કરે. ૮. પક્ષપાત કરે ધર્મનો ગુણ સત્તરમોએ શુભમનો; સત્કર્થ અઢારસમો ગુણ જાણ વાદવિવાદ કરે નહિ તાણ. ૯. તત્વાતત્વ વિચારે જેહ દીર્ધદષ્ટિ ઓગણીસ ગુણ એહ; વિશેષજ્ઞ ગુણ કહ્યો વિસામો વિનયવંત સહુને મન રમ્યો. ૧૦. લબ્ધ લક્ષ ડહાપણનો ગેહ એકવીસ ગુણ ઇમ બોલ્યા જેહ; એહવો શ્રાવક જે સાવધાન ધર્મ રાયણનો તેહુ નિધાન. ૧૧. નવ તત્વ જાણે નિર્મલા વાવે વિત્ત સુપાત્રે ભલા; કરણી ધર્મતણી જે કરે શ્રાવક નામ ખરૂં તે ધરે. સુવિદિત ગીતારથથી સાંભલો ધરી વિવેક પાપથી ટલે; કરે પુન્યને ભવ સવરે શ્રાવક નામ ખરું તે ધરે. પૂર્વ બદ્ધ અશુભ પાચવે ત્રિયે વર્ગ વલી સાચવે; અરજે પુન્યને વરજે પાપ શ્રાવક ગુણની એવી છાપ. ૧૪. એહવા ગુણ જે અંગે ધરે તે નિશ્ચય ભવ સાગર તરે; ધીરવમલ પંડિતનો શિષ્ય કવિ નય વિમલ કહે નિશદિશ. ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org