SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ સઝાયો ૦ ૭૩૫ અન્યમાં પણ દયાદિક ગુણો, જેહ જિનવાચન અનુસાર રે; સર્વ તે ચિત્ત અનુમોદિયે, સમકિત બીજ નિરધાર રે ચે. ૨૦. પાપ નવિ તીવ્રભાવે કરે, જેહને નવિ ભવ રાગ રે; ઉચિત સ્થિતિ જે સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે. ચે. ૨૧. થોડલો પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણ રે; દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજાતમા જાણ રે. ચે. ૨૨. ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે; ભાવિયે શુદ્ધ નય ભાવના, પાવના શય તણું ઠામ રે. ચે. ૨૩. દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે. ચે. ૨૪. કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જલધિવેલ રે; રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દૃષ્ટિ સ્થિર મેલ રે. ૨. ૨૫. ધારતાં ધર્મની ધારણા, મારતાં મોહ વડ ચોર રે; જ્ઞાન રુચિ વેલ વિસ્તારતાં, વારતાં કર્મનું જોર રે. ચે. ૨૬. રાગ વિષ દોષ ઉતારતાં, ઝારતાં ઠેષ રસ શેષ રે; પૂર્વ મુનિ વચન સંભારતાં, વારતાં કર્મ નિઃશેષ રે. ચે. ૨૭. દેખિયે માર્ગ શિવનગરનો, જે ઉદાસીન પરિણામ રે; તે અણછોડતાં ચાલિયે, પાણિયે જેમ પરમ ધામ રે. ચે. ૨૮, શ્રી નવિજય ગુરુ શિષ્યની શીખડી અમૃતવેલ રે; એહ જે ચતુર નર આદરે, તે લહે સુયશ રંગ રેલ રે. ૨. ૨૯. (૧૧) શ્રાવકના એકવીસ ગુણની સજઝાય પ્રણમી શ્રુતદેવી સારદા સરસ વચન વરે આપે મુદા; શ્રાવક ગુણ બોલુ એકવીસ ચિત્તમાં અવધારો નિશદિન. પહિલો ગુણ અક્ષુદ્રજ કહ્યો સરલ સભાવી વયણે લહ્યો; રૂપવંત બીજો ગુણ ભલો સૌમ પ્રકૃતિ ત્રીજો નિર્મલો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy