________________
૭૩૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
#
$
$
$
ચિતારે નીત ચઉદય નીમ, પાળે દયા જીવાની સીમ; દેહરે જાય જૂહારે દેવ, દ્રવ્યત ભાવિત કરજે સેવ. પૂજા કરતાં લાભ અપાર, પ્રભુજી મોટા મુક્તિ-દાતાર; જે ઉત્થાપે જિનવર દેવ, તેને નવ-દંડકની ટેવ પોશાળે ગુરુવંદને જાય, સુણે વખાણ સદા ચિત્ત લાય; નિર્દૂષણ સૂઝતો આહાર, સાધુને દેજે સુવિચાર. સાહસ્મિવચ્છલ કરજે ઘણું, સગપણ મોટું સાહમિતણું; દુખિયા હીણા દીણા દેખ, કરજે તાસ દયા સુવિશેખ. ઘર અનુસારે દેજે દાન, મોટાઢું મ કરે અભિમાન; ગુરુને મુખ લેજે આખડી, ધર્મ ન મૂકીશ એકે ઘડી. વારુ શુદ્ધ કરે વ્યાપાર, ઓછા-અધિકારો પરિહાર; ન ભરે કોઈની કૂડી સાખ, કૂડા જનશું કથન મ ભાખ. અનંતકાય કહી બત્રીસ, અભક્ષ્ય બાવીસે વિશ્વાવસ; તે ભક્ષણ નવિ કીજે કિમે, કાચા કૂણાં ફલ મત જિમે. ૧૧ રાત્રિભોજનના બહુ દોષ, જાણીને કરજે સંતોષ; સાજી સાબુ લોહ ને ગળી, મધુ ધાડી મત વેચીશ વળી. ૧૨. વળી મ કરાવે રંગણ પાસ, દૂષણ ઘણાં કહ્યાં છે તાસ; . પાણી ગળજે બબ્બે વાર, અણગળ પીતાં દોષ અપાર. જીવાણીનાં કરે જતન, પાતિક છોડી કરજે પુન્ય; છાણાં ઈંધણ ચૂલે જોઈ, વાવરજે જિમ પાપ ન હોઈ. ધૃતની પરે વાવરજે નીર, અણગળ નીર મ ધોયે ચીર; બ્રહ્મવ્રત સુધા પાળજે, અતિચાર સઘળા ટાળજે. કહિયા પનરહ કર્માદાન, પાપતણી પરહરજે ખાણ; સીસ મ લેજે અનરથદંડ, મિથ્યા મેલ મ ભરજે પિંડ. સમતિ શુદ્ધ હિયડે રાખજે, બોલ વિચારીને ભાખજે; ઉત્તમ ઠામે ખરચે વિત્ત, પરઉપગાર કરે શુભ ચિત્ત. ૧૭.
.
૧૪.
૧૫.
૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org