________________
સજઝાયો ૦ ૭૩૧
૪.
૫.
વંશજાળ માયાણી વણઝારા રે ! નવી કરજે વિશરામ, અહો નાયક મારા રે ! ખાડી મનોરથ ભટ તણી વણઝારા રે ! પૂરણનું નહિ કામ, અહો નાયક મારા રે ! નરભવ. રાગ-દ્વેષ દોય ચોરટા વણઝારા રે ! વાટમાં કરશે હેરાન, અહો નાયક મારા રે ! વિવિધ વીર્ય-ઉલ્લાસથી વણઝારા રે ! તું હણજે તે સ્થાન, અહો નાયક મારા રે ! નરભવ. એમ સવિ વિઘન વિદારીને વણઝારા રે ! પહોંચજે શિવપુર-વાસ, અહો નાયક મારા રે ! ક્ષય-ઉપશમ જે ભાવના વણઝારા રે ! પોઠે ભર્યા ગુણરાશ, અહો નાયક મારા રે ! નરભવ. ક્ષાયક ભાવે તે થવે વણઝારા રે ! લાભ હોશે તે અપાર, અહો નાયક મારા રે ! ઉત્તમ વણજ જે એમ કરે વણઝારા રે ! પા નમે વારંવાર અહો નાયક મારા રે ! નરભવ.
૬.
(૯)
શ્રાવક-કરણીની સક્ઝાય શ્રાવક તું ઊઠે પરભાત, ચાર ઘડી લે પાછલી રાત; મનમાં સમરે શ્રીનવકાર, નેમ પામે ભવસાગર-પાર. કવણ દેવ કવણ ગુરુ ધર્મ, કવણ અમારે છે કુલકર્મ; કવણ અમારો છે વ્યવસાય, એવું ચિંતવજે મનમાંય. . સામાયિક લેજે મન શુદ્ધ, ધર્મની હિરડે ધરજે બુદ્ધ; પડિક્કમણું કરે રણીતણું, પાતક આલોઈએ આપણું, કાયાશકતે કરે પચ્ચકખાણ, સુધી પાળે જિનની આણ; ભણજે ગણજે સ્તવન-સઝાય, જિણવું તી નિખારો થાય. ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org