________________
૭૩૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
હાંજી મુનિવર સંયમ પાળતાં, તપનો મદ મનમાં આયો રે ! થયા કુરગડ ઋષિરાજિયા, પામ્યા તપનો અંતરાયો રે ! મદ આઠ. ૬. હાં દેશ દશારણનો ધણી, (રાય) દશાર્ણભદ્ર અભિમાની રે ! ઇંદ્રની રિદ્ધિ દેખી બુઝીઓ, સંસાર તજી થયો જ્ઞાની રે ! મદ આઠ. ૭. હાંજી સ્થૂલભદ્ર વિદ્યાનો કર્યો, મદ સાતમો જે દુઃખદાયી રે ! શ્રુતપૂરણ-અર્થ ન પામીઓ, જુઓ માનતણી અધિકાઈ રે ! મદ આઠ. ૮. રાય સુભૂમ પખંડનો ધણી, લાભનો મદ કીધો અપાર રે ! વય-ગ-રથ સબ સાગર ગળ્યું, ગયો સાતમી નકર મોઝાર રે ૧
મદ આઠ. ૯. ઈમ તન-ધન-જોબન રાજ્યનો, ન કરો મનમાં અહંકારી રે ! એ અથિર અસત્ય સવિ કારમું, વિણસે બહુ વારો રે ! મદ આઠ. ૧૦. મદ આઠ નિવારો વ્રતધારી, પાળો સંયમ સુખકારી રે ! કહે માનવિજય તે પામશે, અવિચળ પદવી નરનારી રે મદ આઠ. ૧૧.
૧.
વણઝારાની સઝાય નરભવ-નગર સોહામણું વણઝારા રે ! પામીને કરજે વ્યાપાર, અહો નાયક મારા રે ! સત્તાવન સંવરતણી વણઝારા રે ! પોઠી ભરને ઉદાર, અહો નાયક મારા રે ! નરભવ. શુભ પરિણામ વિચિત્રતા વણઝારા રે ! કરિયાણાં બહુમૂલ, અહો નાયક મારા રે ! મોક્ષનગર જાવા ભણી વણઝારા રે ! કરજે ચિત્ત અનુકૂલ, અહો નાયક મારા રે ! નરભવ. ક્રોધ દાવાનલ ઓલવે વણઝારા રે ! માન વિષમ ગિરિરાજ, અહો નાયક મારા રે ! ઓલંઘજે હળવે કરી વણઝારા રે ! સાવધાન કરે કાજ, અહો નાયક મારા રે ! નરભવ.
૨.
૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org