SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ સક્ઝાયો ૦૭૩૩ તેલ તક વૃત દૂધ ને દહીં, ઉઘાડા મત મેલે સહી; પાંચ તિથિ મ કરે આરંભ, પાલે શીલ તજે મન દંભ. ૧૮. દિવસ ચરિમ કરજે ચોવિહાર ચારે આહારતણો પરિહાર; દિવસતણાં આલોએ પાપ, જિમ ભાંજે સઘળા સંતાપ. ૧૯. સંધ્યા આવશ્યક સાચવે, જિનવર-ચરણ શરણ ભવભવે; ચારે શરણ કરિ દઢ હોય, સાગારી અણસણ લે સોય. ૨૦. કરે મનોરથ મન એહવા, તીરથ શેત્રુજે જાયવા; સમેતશિખર આબુ ગિરનાર, ભેટીશ હું ધન ધન અવતાર. ૨૧. શ્રાવકની કરણી છે એહ, એહથી થાયે ભવનો છેહ; આઠે કર્મ પડે પાતળાં, પાપતણાં છૂટે આમળા. ૨૨. વાર લહીએ અમર વિમાન, અનુક્રમે પામે શિવપુર થાન; કહે જિનહર્ષ ઘણે સસનેહ, કરણી દુઃખહરણી છે એહ. ૨૩. (૧૦) શ્રી અમૃતવેલની સઝાય ચેતન જ્ઞાન અજુવાળીએ; ટાળીએ મોહ સંતાપ રે; ચિત્ત ડમડોલતું વાળીએ, પાલીએ સહજ ગુણ આપ રે. ચે. ૧. ઉપશમ અમૃત રસ પીજીએ કીજીએ, સાધુ ગુણવાન રે; અધમ વયણે નવિ ખીજીએ, દીજીએ સજ્જનને માન રે. ચે. ૨. ક્રોધ અનુબંધ નવિ રાખીએ, ભાખીએ વયણ મુખ સાચરે સમકિત રત્ન રુચિ જોડીયે; છોડીયે કુમતિ મતિ કાચ રે. ચે. ૩. શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણ ધરે ચિત્ત રે; પ્રથમ તિહાં શરણ અરિહંતનું, જેહ જગદીશ જગમિત્ત રે. ચે. ૪. જે સમોસરણમાં રાજતા, ભાંજતા ભવિક સંદેહ રે; ધર્મનાં વચન વરસે સદા, પુષ્પરાવર્ત જિમ મેહ રે. ચે. શરણ બીજું ભજે સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂર રે; ભોગવે રાજ શિવનગરનું, જ્ઞાન આનંદ ભરપૂર રે. ચે. દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy