________________
૭૨૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
ભારી કાષ્ઠની સ્ત્રીએ તિહાંજી, લાવી નાખી તિણે વાર; ધબકે પંખી જાગીઓજી, જવલા કાઢ્યા તિણે સાર.મેતારાજ. ૧૨. દેખી જવલા વિષ્ટમાંજી મન લાજયો સોનાર; ઓધો મુહપરી સાધુનાજી, લેઈ થયો અણગાર. મેતારાજ. ૧૩. આતમ તાર્યો આપણોજી, થિર કરી મન-વચ-કાય; રાજવિજય રંગે ભણેજી સાધુતણી એ સઝાય. મેતારાજ. ૧૪.
૧.
૨.
રહનેમિની સઝાય કાઉસગ્ન-ધ્યાને મુનિ રહનેમિ નામે, રહ્યા છે ગુફામાં શુભ પરિણામે; રાજુલ આવ્યા તિણે ઠામે રે ! દેવરિયા મુનિવર ! ધ્યાનમાં રહેજો, ધ્યાન થકી હોય ભવ પાર રે ! દેવરિયા. રૂપે રતિ રે વચ્ચે વર્જિત બાલા, દેખી લોભાણો તેણે કામ રે ! દિલડું ખોભાણું જાણી રાજુલ ભાખે, રાખો સ્થિર મન ગુણનાં ધામરે ! દેવરિયા. જાદવ કુલમાં જિનજી નેમ નગીનો, વમન કરી છે મુજને તેણે રે ! બંધવ તેહના તમે શિવા દેવી-જાયા, એવડો પટંતર કારણ કેણ રે દેવરિયા. પરદારા સેવી પ્રાણી નરકમાં જાય, દુર્લભ-બોધિ હોય પ્રાય રે ! સાધવી સાથે, ચુકી પાપ જે બાંધે, તેહનો છૂટકારો કદીય ન થાય રે ! દેવરિયા. અશુચિ કાયા રે મળમૂત્રની ક્યારી, તમને કેમ લાગી એવડી પ્યારી !
૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org