________________
સજઝાયો ૦ ૦૨૭
મેતારાજ મુનિની સઝાય સમ-દમ-ગુણના આગરુજી, પંચ મહાવ્રત-ધાર; માસખમણને પારણે જી, રાજગૃહી નગરી મોઝાર,
મેતારાજ મુનિવર ! ધન્ય ધન્ય તુમ અવતાર. ૧. સોનીને ઘેર આવીયાજી, મેતારજ ઋષિરાય; જવલા ઘડવા ઉઠીઓજી વંદે મુનિના પાય મેતારાજ. આજ ફળ્યો ઘર આંગણેજી, વિણ કાળે સહકાર;
લ્યો ભિક્ષા છે સૂઝતીજી, મોદકતણો એ આહાર મેતારાજ. ૩. ક્રૌંચ જીવ જવલા ચણ્યોજી, વહોરી વળ્યા ઋષિરાય; સોની મન શંકા થઈજી; સાધુતાં એ કામ. મેતારાજ. રીસ કરી ઋષિને કહેજી, ઘો જવલા મુજ આજ; વાધર શીષે વીંટિયુંજી; તડકે રાખ્યા મુનિરાજ. મેતારાજ. પ. ફટ ફટ ફૂટે હાડકાંજી, તડ તડ તૂટે ચામ; સોનીડે પરિસહ દિયોજી, મુનિ રાખ્યો મન ઠામ. મેતારાજ. ૬. એહવા પણ મોટા યતિજી, મન ન આણે રોષ; આતમ નિંદે આપણોજી, સોનીનો શ્યો દોષ ? મેતારાજ. ગજસુકુમાર સંતાપીઆજી, બાંધી માટીની પાળ, ખેર-અંગારા શીર ધર્યાજી, મુકતે ગયા તતકાળ મેતારાજ. ૮. વાઘણે શરીર વલુરિયુંજી, સાધુ સુકોશલ સાર; કેવલ લહી મુકતે ગયાજી, ઈમ અરણિક અણગાર. મેતારાજ. ૯. પાલક પાપી પીલીઆજી, ખંધક સૂરિના શિષ્ય; અંબડ ચેલા સાતસેજી, નમો નમો તે નિશદિન. મેતારાજ. ૧૦. એહવા ઋષિ સંભારતાજી, મેતારાજ ઋષિરાય; અંતગડ હુઆ કેવળીજી, વંદે મુનિના પાય. મેતારાજ. ૧૧.
$
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org