SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ર૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ (૪) લોભ વિશે તમે લક્ષણ જો જો લોભનાં રે ! લોભે જન પામે ક્ષોભના રે ! લોભે ડાહ્યા-મન ડોલ્યા કરે, લોભે દુર્ઘટ પંથે સંચરે રે ! તુમે લક્ષણ. ૧. તજે લોભ તેનાં લઉં ભામણાં રે ! વળી પાય નમી કરું ખામણાં રે! લોભે મર્યાદા ન રહે કેહની રે ! તુને સંગત મેલો તેહની રે ! તમે લક્ષણ. ૨. લોભે ઘર મેલી રણમાં મરે રે ! લોભે ઉચ્ચ તે નીચું આદરે રે ! લોભ પાપ ભણી પગલાં ભરે રે ! લોભે અકારજ કરતાં ન ઓસરેરે તુમે લક્ષણ. ૩. લોભે મનડું ન રહે નિર્મળું રે ! લોભે સગપણ નાસે વેગળું રે ! લોભે ન રહે પ્રીતિ ને પાવઠું રે ! લોભે ધન મેલે બહુ એકઠું રે તુમે લક્ષણ. ૪. લોભે પુત્ર પોતે પિતા હણે રે લોભે હત્યા-પાતક નવિ ગણે રે ! તે તો દામતણા લોભે કરી રે ! ઉપર મણિધર થાએ મરી રે ! તમે લક્ષણ. ૫. જોતાં લોભનો થોભ દિસે નહિ રે ! એવું સૂત્ર-સિદ્ધાંતે કહ્યું સહી રે ! લોભે ચક્રી સુભૂમ નામે જુઓ રે ! તે તો સમુદ્રમાં ડૂબી મૂઓ રે ! તુમે લક્ષણ. ૬. એમ જાણીને લોભને ઠંડજો રે ! એક ધર્મશું મમતા મંડજો રે ! કવિ ઉદયરત્ન ભાખે મુદા રે ! વંદું લોભ તજે તેહને સદા રે ! તુમે લક્ષણ. ૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy