SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) સજ્ઝાયો (૧) ક્રોધ વિશે કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે; રીસતણો રસ જાણીએ, હલાહલ તોલે. કડવાં. ક્રોધે ક્રોડ પૂરવતણું, સંજમફળ જાય, ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય. સાધુ ઘણો તપીઓ હતો, ધરતો મન વરાગ; શિષ્યના ક્રોધથકી થયો, ચંડકોસિયો નાગ. આગ ઉઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે; જળનો જોગ જો નિવ મળે તો પાસેનું પરજાળે. ક્રોધ તણી ગતિ એહવી, કહે કેવલનાણી; હાણિ કરે જે હેતની, જાળવજો એમ જાણી. ઉદયરતન કહે ક્રોધને, કાઢજો ગળે સાહી; કાયા કરજો નિર્મળી, ઉપશમ રસે નાહી. (૨) માન વિશે રે જીવ ! માન ન કીજીએ, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહિ, તો કિમ સમક્તિ પાવે રે ? સમકિત વિણ ચારિત્ર નહિ, ચારિત્ર વિણ નહિ મુક્તિ રે; મુક્તિનાં સુખ છે શાશ્વતાં, તે કિમ લહીએ જુક્તિ રે. વિનય વડો સંસારમાં, ગુણમાં અધિકારી રે; માને ગુણ જાયે ગળી, પ્રાણી જોજો વિચારી રે. Jain Education International For Private & Personal Use Only ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૧. ૨. ૩. www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy