SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પર્વ પજુસણ કરો ઉલ્લાસ, અઠ્ઠાઈધરનો કરવો ઉપવાસ, પોસહ લીજે ગુરુ પાસ. વડા કલ્પનો છઠ્ઠ કરીને, તેહ તણો વખાણ સણી જે ચૌદ સુપન વાંચીને; પડવેને દિવસે જન્મ વંચાય, ઓચ્છવ મહોચ્છવ મંગલ ગવાય, વીર જિણેસર રાય. ૧. બીજે દિને દીક્ષા અધિકાર, સાંજ સમય નિરવાણ વિચાર, વીર તણો પરિવાર; ત્રીજે દિને શ્રી પાર્શ્વ વિખ્યાત, વલી નેમિસરનો અવદાત, - વલી નવભવની વંત; ચોવીશે જિન અંતર તેવીશ, આદિ જિનેશ્વર શ્રી જગદીશ, તાસ વખાણ સુણીશ; ધવલ મંગલ ગીત ગહ્લી કરીએ, વલી પ્રભાવના નિત અનુસરીએ, અઠ્ઠમ તપ જય વરીએ. ૨. આઠ દિવસ લગે અમર પળાવો, તેહ તણો પડતો વજડાવો, ધ્યાન ધરમ મન ભાવો, સંવત્સરી-દિન સાર કહેવાય, સંઘ ચતુર્વિધ ભેલો થાય, બારસા સૂત્ર સુણાય; થિરાવલી ને સમાચારી પટ્ટાવલી પ્રમાદ નિવારી, સાંભળજો નરનારી; આગમ સૂત્રને પ્રણમીશ, કલ્પસૂત્રશું પ્રેમ ધરીશ, શાસ્ત્ર સર્વે સુણીશ. ૩. સત્તરભેદી જિનપૂજા રચાવો, નાટક કેરા ખેલ મચાવો, વિધિશું સ્નાત્ર ભણાવો; આડંબરશું દહેરે જઈએ, સંવત્સરી પડિક્કમણું કરીએ, સંઘ સર્વને ખમીએ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy