________________
સ્તુતિઓ ૦૭૧૯ અષ્ટપ્રકારી પૂજા કરીને, માનવભવ-ફળ લીજેજી, સિદ્ધાઈદવી જિનવર સેવી, અષ્ટ મહાસિદ્ધી દીજૈજી, આઠમનું તપ કરતાં લીને, નિર્મળ કેવલ નાણજી, ધીરવિમલ કવિ સેવક નય કહે, તપથી કોડિ કલ્યાણજી.
(૧૩)
એકાદશીની સ્તુતિ એકાદશી અતિ રૂઅડી, ગોવિંદ પૂછે નેમ; કિણ કારણ એ પર્વ મોટું, કહો ને મુજ શું તેમ. જિનવર-કલ્યાણક અતિ ઘણાં, એકસો ને પચાસ: તેણે કારણ એ પર્વ મોટું, કરો મૌન ઉપવાસ.
૧. અગિયાર શ્રાવક તણી પડિમા, કહી તે જિનવર દેવ, એકાદશી એમ અધિક સેવો, વનગજા જિન રેવ. ચોવીશ જિનવર સયલ-સુખકર, જેસા સુરતરું ચંગ; જેમ ગંગ નિર્મળ નીર જેહવો, કરો જિનશું રંગ. ૨. અગિયાર અંગ લખાવીએ, અગિયાર પાઠાં સાર; અગિયાર કવળી વીંટણાં, ઠવણી પૂંજણી સાર; સાબખી ચંગી વિવિધ રંગી, શાસ્ત્રતણે અનુસાર: એકાદશી એમ ઉજવો, જેમ પામીને ભવપાર. ૩. વર-કમલ-નવણી કમલ વયણી, કમલ સુકોમલ કાય; ભુજ દંડ ચંડ અખંડ જેહનો સમરતાં સુખ થાય. એકાદશી એમ મન વશી, ગણીહર્ષ પંડિત શિષ્ય, શાસનદેવી વિઘન નિવારે, સંઘ તણાં નિશદિન.
(૧૪)
પર્યુષણની સ્તુતિ વરસ દિવસમાં અષાડ-ચોમાસુ, તેહમાં વલી ભાદરવો માસ,
આઠ દિવસ અતિ ખાસ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org