________________
૭૧૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અષ્ટાપદ પર આદિ જિન એ, પહોંતા મુક્તિ મોઝાર તો, વાસુપૂજ્ય ચંપાપુરી એ, નેમ મુક્તિ ગિરનાર તો; પાવાપુરી નગરીમાં વળી એ, શ્રી વીતરણું નિર્વાણ તો, સમેતશિખર વિશ સિદ્ધ હુઆ એ, શિર વહું તેમની આણ તો. ૨. નેમનાથ જ્ઞાની હુઆ એ, ભાખે સાર વચન તો, જીવદયા ગુણ-વેલડી એ, કીજે તાસ જતન તો: મૃષા ન બોલો માનવી એ, ચોરી ચિત્ત નિવાર તો, અનંત તીર્થંકર એમ કહે એ, પરિહરીએ પરનાર તો. ૩. ગોમેધ નામે યક્ષ ભલો એ, દેવી શ્રી અંબિકા નામ તો, શાસન સાન્નિધ્ય જે કરે છે, કરે વળી ધર્મનાં કામ તો; તપગચ્છ-નાયક ગુણનીલો એ, શ્રી વિજયસેન સૂરિરાય તો, ઋષભદાસ પાય સેવંતા એ, સફળ કર્યો અવતાર તો. ૪.
(૧૨)
અષ્ટમીની સ્તુતિ મંગળ આઠ કરી જસ આગળ, ભાવ ધરી સુરરાજજી, આઠ જાતિના કળશ કરીને, હવરાવે જિનરાજજી; વીર જિનેશ્વર જન્મમહોત્સવ, કરતાં શિવસુખ સાધજી, આઠમનું તપ કરતાં અમ ઘર, મંગલ-કમલા વાધેજી. અષ્ટકર્મ-વયરી-ગજ-ગંજન, અષ્ટાપદ પરે બળિયાજી, આઠમે આઠ સ્વરૂપ વિચારે મદ આઠે તસ ગળિયાજી; અષ્ટમી ગતિ પહોતા જે જિનવર, ફરસ આઠ નહિ અંગજી, આઠમનું તપ કરતાં અમ ઘર, નિત્ય નિત્ય વાધે રંગજી. ૨. પ્રાતિહારજ આઠ બિરાજે, સમવસરણ જિનરાજેજી, આઠમે આઠમો આગમ ભાખી, ભવિજન સંશય ભાંજેજી; આઠે જે પ્રવચનની માતા, પાળે નિરતિચારોજી, આઠમને દિન અષ્ટ પ્રકારે, જીવદયા ચિત્ત ધારોજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org