________________
સ્તુતિઓ ૦ ૭૧૭
ગોમુખ યક્ષ ચક્રેશ્વરી દેવી, શત્રુંજય સાર કરે નિતમેવી, તપગચ્છ ઉપર હેવી; શ્રી વિજયસેન સૂરીશ્વરરાયા, શ્રીવિજયદેવસૂરિ પ્રણમી પાયા, ઋષભદાસ ગુણ ગાયા. ૪.
(૧૦)
બીજની સ્તુતિ
દિન સકલ મનોહર; બાજ દિવસ સુવિશેષ, રાયરાણી પ્રણમ, ચદ્રતણી જિહાં રેખ; તિહા ચંદ્ર વિમાને શાશ્વતા જિનવર જેહ, હું બીજતણે દિન, પ્રણમું આણી નેહ. અભિનંદન ચંદન, શીતળ શીતળનાથ, અરનાથ સુમતિ જિન, વાસુપૂજ્ય શિવસાથ; ઇત્યાદિક જિનવર, જન્મજ્ઞાન-નિરવાણ, હું બીજતણે દિન, પ્રણમું તે સવિહાણ. પ્રકાશ્યો બીજે, દુવિધ ધર્મ ભગવંત જેમ વિમળ કમળ દોય, વિપુલ નયન વિકસંત; આગમ અતિ અનુપમ, જિહાં નિશ્ચય-વ્યવહાર. બીજે વિ કીજે, પાતકનો પરિહાર. ગજગામિની કામિની, કમલ-સકોમલ ચીર, ચક્રેશ્વરી કેસર, સરસ સબંધ શરીર; કર જોડી બીજે, હું પ્રણમું તસ પાય. એમ લબ્ધિવિજય કહે, પૂરો મનોરથ માય.
(૧૧) પંચમીની સ્તુતિ
શ્રાવણ શુદિ દિન પંચમીએ, જન્મ્યા નેમ જિણંદ તો, શ્યામ વરણ તનુ શોભતું એ, મુખ શારદકો ચંદ તો; સહસ વરસ પ્રભુ આઉખું એ, બ્રહ્મચારી ભગવંત તો, અષ્ટકરમ હેલા હણી એ, પહોતા મુક્તિ મહંત તો.
For Private & Personal Use Only
Jain Education International
૧.
૩.
૪.
૧. www.jainelibrary.org