SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ શ્રી શત્રુંજયની સ્તુતિ શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરુ ઉદાર, ઠાકુર રામ અપાર; મંત્રમાંહી નવકાર જ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું, જલધર જલમાં જાણું; પંખીમાંહે જિમ ઉત્તમ હંસ, કુળમાંહે જિમ ઋષભનો વંસ, નાભિ તણો એ અંસ; ક્ષમાવંતમાં શ્રી અરિહંત, તપશૂરા મુનિવર મહંત, શત્રુંજયગિરિ ગુણવંત. ૧. ઋષભ અજિત સંભવ અભિનંદા, સુમતિનાથ મુખ પુનમ ચંદા, પદ્મ પ્રભુ સુખકંદા; શ્રીસુપાર્થ ચંદ્રપ્રભુ સુવિધિ, શીતલ શ્રેયાંસ સેવો બહુ બુદ્ધિ, વાસુપૂજ્ય મતિ શુદ્ધિ ; વિમલ અનંત ધર્મ જિન શાંતિ, કુંથુ અર મલ્લિ નમું એકાંતિ, મુનિસુવ્રત શિવે પાંતિ; નમિ નેમિ પાસ વીર જગદીશ, નેમ વિના એ જિન ત્રેવીશ, સિદ્ધગિરિ આવ્યા ઈશ. ૨. ભરતરાય જિન સાથે બોલે, કહો સ્વામી ! કુણ શત્રુંજય તોલે ? જિનનું વચન અમોલે; ઋષભ કહે સુણો ભરતજી રાય, “છરી' પાલતા જે નર જાય, પાતક ભૂકો થાય; પશુ પંખી જે ઇણ ગિરિ આવે, ભવ ત્રીજે તે સિદ્ધ જ થાવ, અજરામર પદ પાવે. જીનમતમાં શેત્રુંજો વખાણ્યો તે મેં આગમ દિલમાંહિ આણ્યો, સુણતાં સુખ ઉર ઠાયો. ૩. સંઘપતિ ભરતેસર આવે, સોવન તણા પ્રાસાદ કરાવે, મણિમય મૂરત ઠાવે; નાભિરાયા મરુદેવી માતા, બ્રાહ્મી-સુંદરી બ્લેન વિખ્યાતા, મૂર્તિ નવાણુ ભ્રાત; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy