________________
સ્તવનો ૦૭૧૧
શ્રીવીર નિણંદની વાણી રે ! નિસુણી સમજ્યા ભવિ પ્રાણી રે ! આઠમ દિન અતિ ગુણ ખાણી, ભવિ તુમે અષ્ટમી પ. અષ્ટકર્મ તે દૂર પલાય રે ! એથી અડસિદ્ધિ અડબુદ્ધિ થાય રે ! તે કારણ સેવો ચિત્ત લાય, ભવિ તુમે ! અષ્ટમી ૬. શ્રી ઉદયસાગર ગુરુરાયા રે ! જસ શિષ્ય વિવેકે વ્યાયા રે ! તસ ન્યાયસાગર ગુણગાયા, ભવિ તુમે ! અષ્ટમી ૭.
(૨૮).
| દિવાળીનું સ્તવન મારે દિવાળી થઈ આજ, પ્રભુમુખ જોવાને; સર્યા સર્યા રે સેવકનાં કાજ, ભવદુઃખ ખોવાને. મહાવીરસ્વામી મુગતે પહોંચ્યા, ગૌતમ કેવળજ્ઞાન રે; ધન્ય અમાવાસ્ય ધન્ય દિવાળી, મહાવીર પ્રભુ નિરવાણ
જિનમુખ જોવાને. ચારિત્ર પાળી નિરમળું રે, ટાળ્યા વિષય-કષાય રે; એવા મુનિને વંદીએ જે, ઉતારે ભવપાર જિન. બાકુળ વહોર્યા વીરજિને, તારી ચંદનબાળા રે; કેવળ લઈ પ્રભુ મુગતે પહોંચ્યા પામ્યા ભવનો પાર-જિન. ૩. એવા મુનિને વંદિએ જે, પંચજ્ઞાનને ધરતા રે; સમવસરણ દઈ દેશના પ્રભુ, તાર્યા નર ને નાર-જિન. ચોવીશમા જિનેશ્વરૂને મુક્તિતણા દાતાર રે; કર જોડી કવિ એમ ભણે પ્રભુ ! દુનિયા ફેરો ટાળ-જિન. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org