________________
(૨૩)
સ્તુતિઓ
આદિજિનની સ્તુતિ આદિ-જિનવર રાયા, જાસ સોવન્ન-કાયા, મરુદેવી માયા, ધોરી-લંછન પાયા; જગસ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલસિરિ-રાયા, મોક્ષનગરે સિધાયા. સવિ જિન સુખકારી, મોહ-મિથ્યા-નિવારી, દુરગતિ-દુઃખ ભારી, શોક સંતાપ વારી; શ્રેણી ક્ષપક સુધારી, કેવલાનંત ધારી, નમીએ નર-નારી જેહ વિશ્વોપકારી. સમવસરણ બેઠા, લાગે જે જિન મીઠા, કરે ગણપ પઇટ્ટા, ઇંદ્ર-ચંદ્રાદિ દીઠા; દ્વાદશાંગી વરિફા, ગુંથતાં ટાળે રિફા, ભવિજન હોય હિટ્ટા, દેખી પુન્ય ગરિઠ્ઠા. સુર સમકિતવંતા, જેહ રિધ્ધ મહેતા, જેહ સજ્જન સંતા, ટાળીએ મુજ ચિંતા. જિનવર સેવંતા વિપ્ન વારે દૂરતા, જિન ઉત્તમ થર્ણતા, પદ્મને સુખ દિતા.
(૨)
શ્રી શાંતિનાથની સ્તુતિ વંદો જિન શાંતિ, જાસ સોવન કાંતિ, ટાળે ભવ-ભ્રાંતિ મોહ-મિથ્યાત્વ-શાંતિ; દ્રવ્ય-ભાવ-અરિ-પાંતિ, તાસ કરતાં નિકાંતિ, ધરતાં મન ખાંતિ, શોક-સંતાપ વાંતિ.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org