________________
સ્તવનો૦૭૦૯
(૨૫)
કળશ
એમ વીર જિનવર સયલ-સુખકર, ગાયો અતિ ઉલટ ભરે; અષાડ ઉજ્જવલ દશમી દિવસે, સંવત અઢાર અઠોત્તરે; બીજ-મહિમા એમ વર્ણવ્યો, રહી સિદ્ધપુર ચોમાસ એ, જેહ ભવિક ભાવે, સુણે ગાવે, તસ ઘરે લીલ વિલાસ એ. ૧.
(૨૬)
જ્ઞાનપંચમીનું સ્તવન સુત સિદ્ધારથ ભૂપનો રે ! સિદ્ધારથ ભગવાન; બાર પરખદા આગળ રે ! ભાખે શ્રી વર્ધમાન.
રે ભવિયણ ! ચિત્ત ધરો, મન-વચન-કાય અમાયો રે ! જ્ઞાનભક્તિ કરો.
૧. ગુણ અનંત આતમ તણા રે ! મુખ્યપણે તિહાં દોય; તેમાં પણ જ્ઞાન જ વડુંરે ! જિણથી દંસણ હોય.
રે ભવિયણ ! ૨. જ્ઞાને ચારિત્ર ગુણ વધે રે ! જ્ઞાને ઉદ્યોત-સહાય; જ્ઞાને સ્થવિરપણું લહે રે ! આચારજ ઉવઝાય.
રે ભવિયણ ! ૩. જ્ઞાની શ્વાસોચ્છવાસમાં રે ! કઠિન કરમ કરે નાશ; વર્ણન જેમ ઈંધણ દવે રે ક્ષણમાં જ્યોતિ પ્રકાશ.
રે ભવિયણ ! ૪. પ્રથમ જ્ઞાન પછી દયા રે ! સંવર મોહવિનાશ; ગુણસ્થાનક પગથાથીએ રે ! જેમ ચઢે મોક્ષ આવાસ.
રે ભવિયણ ! ૫. માં-સુઅ-ઓહિ-મણપજ્જવા રે ! પંચમ કેવલજ્ઞાન; ચલ મૂંગા શ્રત એક છે રે ! સ્વપરપ્રકાશ નિદાન. રે ભવિયણ ! ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org