________________
સ્તવનો૦૭૦૭ ત્રિગડે બેઠા ત્રિભુવનપતિ, દેશના દીએ જિનરાય; કમલ-સુકોમલ-પાંખડી, ઈમ જિન-હૃદય સોહાય, ૪. શશિ પ્રગટે જિમ તે દિને, ધન્ય તે દિન સુવિહાણ; એક મને આરાધતાં, પામે પદ નિર્વાણ.
(૨૩)
ઢાળ બીજી (અષ્ટાપદ અરિહંતાજીએ દેશી) કલ્યાણક જિનના કહું, સુણ પ્રાણીજી રે ! અભિનંદન અરિહંત, એ ભગવંત ભવપ્રાણીજી રે ! માઘ શુદિ બીજને દિને સુણ પ્રાણીજી રે ! જમ્યા ચક્ષુ સુખકાર, હરખ અપાર, ભવિ પ્રાણીજી રે ! ૧. વાસુપૂજ્ય જિન બારમા, સુણ પ્રાણીજી રે એહિ જ તિથે થયું નાણ, સફળ વિહાણ, ભવિ પ્રાણીજી રે ! અષ્ટ કર્મ ચૂરણ કરી, સુણ પ્રાણીજી રે ! અવગાહન એક વાર, મુક્તિ મોઝાર, ભવિ પ્રાણીજી રે ! ૨. અરનાથ જિનજી નમું, સુણ પ્રાણીજી રે ! અષ્ટાદશમા અરિહંત, એ ભગવંત ભવિ પ્રાણીજી રે ! ઉજ્જવલ તિથિ ફાગણ ભલી, સુણ પ્રાણીજી રે !
ઢવીઆ જિનવર સાર સુંદર નાર, ભવિ પ્રાણીજી રે ! ૩. દશમા શીતલ જિનેસર, સુણ પ્રાણીજી રે ! પરમ પદની એ વેલ, ગુણની ગલ, ભવિ પ્રાણીજી રે ! વૈશાખ વદિ બીજને દિને, સુણ પ્રાણીજી રે ! મૂક્યો સર્વે સાથ સુર-નર-નાથ, ભવિ પ્રાણીજી રે ! ૪. શ્રાવણ સુદની બીજ ભલી, સુણ પ્રાણીજી રે ! સુમતિનાથ જિનદેવ, ચ્યવીઆ દેવ, ભવિ પ્રાણીજી રે ! એણી તિથિએ જિનજી તણા, સુણ પ્રાણીજી રે ! કલ્યાણક પંચ સાર, ભવનો પાર, ભવિ પ્રાણીજી રે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org