SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ વેદ ત્રણ્ય ને હાસ્યાદિક ષટ્, મિથ્યાત્વ ચાર કષાય જી; ચૌદ અત્યંતર નવનિધ બાહ્યની, ગ્રંથિ તજે મુનિરાય ભાવિ. ૬. ઉપશમ ક્ષય ઉપશમ ને ક્ષાયક, દર્શન ત્રણ પ્રકાર જી; શ્રદ્ધા પરિણિત આતમ કેરી, નમિયે વારંવાર. ભાવિ. અઠ્ઠાવીસ ચૌદ ને ષટ્ દુગ ઈંગ, મત્યાદિકનાં જાણ જી; *એમ એકાવન ભેદે પ્રણમો, સાતમે પદ વરનાણ ભાવિ. નિવૃત્તિ ને પ્રવૃત્તિ ભેદે, ચારિત્ર છે વ્યવહાર જી; નિજ ગુણ-સ્થિરતા ચરણ તે પ્રણમો, નિશ્ચે શુદ્ધ પ્રકાર. બાહ્ય અત્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા હેતુ જી; તે તપ નમિયે ભાવ ધરીને, ભવસાગરમાં સેતુ. ભાવિ. એ નવપદમાં પણ છે ધર્મી, ધર્મ વરતે ચાર જી; દેવ ગુરુ ને ધર્મ તે એહમાં, દોય ત્રણ ચાર પ્રકાર. ભાવિ. માર્ગદેશક અવિનાશીપણું, આચાર-વિનય સંકેત જી; સહાયપણું ધરતા સાધુજી પ્રણમો એહી જ હેત. વિ. વિમલેશ્વ૨ સાંનિધ્ય કરે તેહની, ઉત્તમ જે આરાધે જી; પદ્મવિજય કહે તે ભવિ પ્રાણી, નિજ આતમહિત સાધે. ભવિ. ૧૩ (૨૨) બીજનું સ્તવન (દેશી-સુરતી મહિનાની) સરસ વચન રસ વરસતી, સરસ્વતી કળા ભંડાર; બીજતણો મહિમા કહું, જિમ કહ્યો શાસ્ત્ર મોઝાર. જંબુઢીપના ભરતમાં રાજગૃહી ઉઘાન; વીર જિણંદ સમોસર્યા, વંદન આવ્યા રાજન. શ્રેણિક નામે ભૂપતિ, બેઠા બેસણ-ઠાય; પૂછે શ્રીજિરાયને, ઘો ઉપદેશ મહારાય. Jain Education International For Private & Personal Use Only ૧. ૨. ૮. ૩. ૯. ૧૦ ૧૧ ૧૨ www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy