________________
સ્તવનો૦ ૭૦૫
(૨૦)
શ્રી સિદ્ધાચલજીનું સ્તવન વિમલાચલ નિતુ વંદીએ, કીજે હની સેવા; માનું હાથો એ ધર્મનો, શિવ-તરુ-ફળ લેવા વિમલા. ઉજ્જવલ જિન-ગૃહ-મંડળી, તિહાં દીપે ઉત્તગા; માનું હિમગિરિ વિભ્રમે, આઈ અંબર-ગંગા. વિમલા. કોઈ અનેરું જગ નહીં, એ તીરથ તોલે; એમ શ્રીમુખ હરિ આગલે શ્રી સીમંધર બોલે. વિમલા. જે સઘળાં તીરથ કર્યા, જાત્રા ફળ કહીએ; તેથી એ ગિરિ ભેટતાં શતગણું ફળ લહીએ. વિમલા.' જનમ સફળ હોય તેહનો, જેહ એ ગિરિ વંદે; સુજસવિજય સંપદ લહે તે નર ચિર નંદે. વિમલા.
(૨૧).
શ્રી સિદ્ધચક્રજીનું સ્તવન સિદ્ધચક્ર વર સેવા કીજે, નરભવ લાહો લીજે; વિધિપૂર્વક આરાધન કરતાં, ભવ ભવ પાતક બીજે; ભવિજન ભજિયેજી ! અવર અનાદિની ચાલ;
નિત્ય નિત્ય તજિયે જીરે ! એ ટેક ૧: દેવનો દેવ યાકર ઠાકર, ચાક સુર-નર-ઇંદા જી, ત્રિગડે ત્રિભુવન નાયક બેઠા, પ્રણમો, શ્રીજિન ચંદા. ભવિ. ૨. અજ અવિનાશી અકળ અજરામર, કેવલ-દસણ-નાણી જી અવ્યાબાધ અનંતુ વીરજ, સિદ્ધ પ્રણમો ગુણખાણી ભવિ. ૩. વિદ્યા-સૌભાગ્ય-લક્ષ્મીપીઠ મંત્રરાજયોગ-પીઠ જી સુમેરુ-પીઠ એ પંચ પ્રસ્થાને, નમો આચાર ઈઠ્ઠ ભવિ. ૪. અંગ ઉપાંગ નંદિ અનુયોગ, છ છંદને મૂળ ચાર જી;
દસ પન્ના ઈમ પણયાલીસ, પાઠક તેહના ધાર. ભવિ. ૫. પ્ર.-૩-૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org