________________
૭૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
(૧૯)
શ્રી સીમંધર જિનનું સ્તવન પુષ્પલવઈ-વિજયે જયો રે ! નયરી પુંડરીગિણી સાર; શ્રી સીમંધર સાહિબારે ! રાય શ્રેયાંસકુમાર
જિણંદરાય ! ધરો ધર્મસનેહ. ૧.
મોટા-નાના-અંતરો રે ! ગિરુઆ નવિ દાખંત; સસિ-દરિસણ સાયર વધે રે ! કૈરવ-વન વિસંત
નિણંદરાય ! ધરો ધર્મસનેહ. ૨.
LOS
ઠામ-કઠામ ન લેખવે રે ! જગ વરસંત જલધાર; કર દોય કુસુમે વાસિયે રે ! છાયા સવિ આધાર
નિણંદરાય ! ધરો ધર્મસનેહ. ૩.
રાય ને રંક સરીખા ગણે રે ! ઉદ્યોતે સસિ-સૂર; ગંગાજળ તે બિહુ તણા રે ! તાપ કરે સંવિ દૂર
જિણંદરાય ! ધરો ધર્મસનેહ. ૪.
સરિખા સહુને તારવા રે ! તિમ તમે છો મહારાજ ! મુજ શું અંતર કિમ કરીરે ! બાહ્ય રહ્યાની લાજ
નિણંદરાય ! ધરો ધર્મસનેહ. ૫.
મુખ દેખી ટીલું કરે રે ! તે નવિ હોય પ્રમાણ; મુજરો માને સસિ તણો રે ! સાહિબ ! તેહ સુજાણ
નિણંદરાય ! ધરજ્યો ધર્મસનેહ. ૬.
વૃષભ-લંછન માતા સત્યકી રે ! નંદન રુક્મિણી મંત; વાચક જસ ઈમ વિનવે રે ! ભય-ભંજન ભગવંત
જિણંદરાય ! ધરજયો ધર્મસનેહ. ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org