________________
સ્તવનો૦૭૦૩ ચરણ-અંગૂઠે રે ! મેરુ કંપાવીઓ, મોડ્યાં સુરનાં રે ! માન; અષ્ટ કરમના રે ! ઝઘડા જિતવા, દીધાં વરસી રે ! દાન.
સિદ્ધા....૩. શાસનનાયક શિવસુખદાયક, ત્રિશલા-કુખે રતન; સિદ્ધારથનો રે ! વંશ દીપાવિયો પ્રભુજી તુમે ધન્ય ! ધન્ય !
સિદ્ધા....૪. વાચક-શેખર કીર્તિવિજય ગુર, પામી તાસ પસાય; ધર્મતણે રસ જિન ચોવીસમા, વિનયવિજય ગુણ ગાય.
. સિદ્ધા...૫. (૧૮)
- શ્રી સીમંધર જિનનું સ્તવન સુણો ચંદાજી ! સીમંધર પરમાતમ પાસ જાજો; મુજ વિનતડી, પ્રેમ ધરીને એણી પેરે તુમે સંભળાવજો . જે ત્રણ ભુવનનો નાયક છે, જસ ચોસઠ ઇંદ્ર પાયક છે; જ્ઞાન-દર્શન જેહને ક્ષાયક છે.
સુણો ચંદાજી ! ૧. જેની કંચન વરણી કાયા છે, જસ ધોરી-લંછન પાયા છે; પુંડરીગિણી નગરીનો રાયા છે.
સુણો ચંદાજી ! ૨. બાર પર્ષદામાંહી બિરાજે છે, જસ ચોત્રીસ અતિશય છાજે છે; ગુણ પાંત્રીશ વાણીએ ગાજે છે.
સુણો ચંદાજી ! ૩. ભવિજનને જે પડિબોલે છે, જસ અધિક શીતલ ગુણ સોહે છે. રૂપ દેખી ભવિજન મોહે છે.
સુણો ચંદાજી ! ૪. તુમ સેવા કરવા રસિયો છું, પણ ભરતમાં દૂર વસિયો છું; મહા મોહરાય-કર ફસીઓ છું.
સુણો ચંદાજી ! ૫. પણ સાહિબ ચિત્તમાં ધરીઓ છું, તુમ આણા ખઞ કરગ્રહીઓ છું;. તબ કાંઈક મુજથી ડરીઓ છું.
સુણો ચંદાજી ! ૬. જિન ઉત્તમ પૂંઠ હવે પૂરો, કહે પદ્મવિજય થાઉં શૂરો; તો વાધે મુજ મન અતિ નૂરો.
સુણો ચંદાજી ! ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org