________________
૭૦૨ ૧૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહીં,ખોટીં;
એમ કહે સાધ્યું તે નવિ માનું, એક હી વાત છે મોટી હો. કુંથુજિન. ૮.
કુંથુજિન. ૯.
મનડું દુરાધ્ય તે વશ આણ્યું (તે) આગમથી મતિ આણું; આનંદઘન પ્રભુ મારું આણો, તો સાચું કરી જાણું હો.
(૧૬)
શ્રી પાર્શ્વનાથજીનું સ્તવન
અંતરજામી સુણ અલવેસર, મહિમા ત્રિજગ તુમ્હારો; સાંભળીને આવ્યો હું તીરે જન્મ-મરણ દુઃખ વારો; સેવક અરજ કરે છે રાજ ! અમને શિવસુખ આપો. સહુ કોના માનવાંછિત પૂરો, ચિંતા સહુની ચૂરો; એવું બિરુદ છે રાજ તમારું, કેમ રાખો છો દૂરો; સેવક. સેવકને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશો; કરુણાસાગર કિમ કહેવાશો ? જો ઉપકાર ન કરશો; સેવક. લટપટનું હવે કામ નહિ છે, પ્રત્યક્ષ દરિસણ દીજે; ધૂંઆડે ધીજું નહિ સાહિબ ! પેટ-પડ્યા પતીજે સેવક. શ્રીશંખેશ્વર મંડન સાહિબ ! વિનતડી અવધારો; કહે જિનહર્ષ મયા કરી મુજને, ભવસાગરથી તારો સેવક.
(૧૭)
શ્રી વીરજિનનું સ્તવન
Jain Education International
૧.
For Private & Personal Use Only
૨.
૩.
૪.
સિદ્ધારથના રે ! નંદન વિનવું, વિનતડી અવધાર; ભવમંડપમાં રે ! નાટક નાચિયો, હવે મુજ દાન દેવાર. હવે મુજ પાર ઉતાર. સિદ્ધા....૧, ત્રણ રતન મુજ આપો તાતજી ! જેમ નાવે રે ! સંતાપ; દાન દિચંતા રે ! પ્રભુ કોસર કીસી ? આપો પદવી રે આપ.
સિદ્ધા....૨.
૫.
www.jainelibrary.org