SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ શ્રી અનંતનાથ સ્વામીનું સ્તવન (રાગ-રામગિરિ : કડખા પ્રભાતી) ધાર તરવારની સોહિલી દોહિલી, ચૌદમા જિનતણી ચરણસેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા ધાર. ૧. એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લોચન ન દેખે; કળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહિ લેખે -ધાર. ૨. ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકા, મોહ નડીયા કલિકાળ રાજે-ધાર. ૩. વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો વચન સાપેક્ષ વ્યવહાર સાચો; વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફળ, સાંભળી આદરી કાંઈ રાચો-ધાર. ૪. દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે ? કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણો; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરી, છાર પર લીંપણું તે જાણો-ધાર. ૫. પાપ નહિ કોઈ ઉસૂત્રભાષણ જિમ્યો, ધર્મ નહિ કોઈ જગસૂત્ર સરિખો; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેનું શુદ્ધ ચારિત્ર પરિખો-ધાર. ૬. એહ ઉપદેશનો સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધાવે; તે નરા દિવ્ય બહુકાળ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજ્ય પાવે -ધાર. ૭. - (૧૨) શ્રી ધર્મનાથ સ્વામીનું સ્તવન (રાગ ગોડી : સારંગ : રસિયાની એ દેશી) ધર્મ જિનેશ્વર ! ગાઉં રંગશું ભંગ મ પડશો હો પ્રીત જિનેશ્વર બીજો મનમંદિર આણું નહિ એ અમ કુલવતરીત જિનેશ્વર ! –ધર્મ. ૧. ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે હો મર્મ જિને. ધરમ જિનેશ્વર ચરણ ગ્રહ્યાં પછી, કોઈ ન બાંધે તો કર્મ જિને.—ધર્મ. ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy