SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવનો ૦૬૯૭ મુંજન કરણે હો અંતર તુજ પડ્યો રે, ગુણ કરણે કરી ભંગ; ગ્રંથ ઉકતે કરી પંડિત જન કહ્યો રે, અંતરભંગ સુઅંગ-પદ્મ. ૫. તુજ મુજ અંતર અંતર ભાંજશેરે, વાજશે મંગલ સૂર; જીવ સરોવર અતિશય વાધશેરે આનંદઘન-રસ-પૂર-પદ્મ. (૧૦) શ્રી વિમળનાથ સ્વામીનું સ્તવન (રાગ-મલ્હાર : ઇડર આંબા આંબલી રે, ઇડર દાડિમ દ્રાખ-એ દેશી) દુઃખ દોહગ દૂરે ટળ્યાંરે, સુખ સંપદશું ભેટ; ધીંગ ધણી માથે કિયોરે, કુણ ગંજે નર ખેટવિમલ જિન ! દીઠા લોયણ આજ, મહારાં સિદ્ધક્યાં વંછિત કાજ-વિમલ. ૧. ચરણ-કમળ કમલા વસેરે નિર્મળ થિર પદ દેખઃ સમલ અથિર પદ પરિહરેરે, પંકજ પામર પેખ-વિમલ. ૨. મુજ મન તુજ પદ પંકજેરે, લીનો ગુણ મકરંદ; રંક ગણે મંદરધરારે, ઇંદ્ર ચંદ્ર નાગિંદ-વિમલ. સાહેબ ! સમરથ તું ધણીરે પામ્યો પરમ ઉદાર; મન વિશરામી વાલો રે, આતમચો આધાર-વિમલ. દરિસણ દીઠે જિનતણું રે, સંશય ન રહે વેધ; દિનકર-કર-ભર પસરતાંરે, અંધકાર-પ્રતિષેધ-વિમલ. અમિયભરી મૂરતિ રચીરે, ઉપમા ન ઘટે કોય; શાંતસુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય-વિમલ. ૬. એક અરજ સેવક તણીરે, અવધારો જિનદેવ ! કૃપા કરી મુજ દીજીએરે. આનંદઘન-પદ-સેવ-વિમલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy