________________
૬૯૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
(૮)
શ્રી સુમતિનાથ સ્વામીનું સ્તવન (રાગ વસંત : કેદારો :)
૧.
સુમતિચરણકજ આતમ અરપણા, દરપણ જેમ અવિકાર સુજ્ઞાની; મતિત૨પણ બહુ સંમત જાણીએ, પિ૨સ૨પણ સુવિચાર-સુ. સુ. ત્રિવિધ સકલ તનુધર ગત આતમા, બહિરાતમ રિ ભેદ-સુ. બીજો અંતર આતમ તીસરો, પરમાતમ અવિચ્છેદ સુ. સુમતિ. આતમ બુદ્ધે કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ-સુ. કાયાદિકનો સાખી-ધર રહ્યો, અંતર આતમરૂપ-સુ.સુમતિ. જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો, વજિત સકલ ઉપાધ-સુ. અતીંદ્રિય ગુણગણમણિ આગરૂ, ઈમ પરમાતમ સાધ-સુ.સુ. બહિરાતમ તજી અંતર આતમા, રૂપ થઇ થિરભાવ-સુ. પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અરપણ દાવ-સુ.સુ. આતમ અરપણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિદોષ-સુ. પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન-૨સ-પોષ-સુ. સુ.
(E)
શ્રી પદ્મપ્રભ સ્વામીનું સ્તવન
(રાગ-મારુ-સિંધુડો : ચાંદલિયા ! સંદેશો કહેજે મારા કંથને-એ દેશી) પદ્મપ્રભ જિન ! તુજ મુજ આંતરું રે, કિમ ભાંજે ભગવંત ! કર્મવિપાકે કારણ જોઈને રે, કોઈ કહે મતિમંત-પદ્મ.
પયઈ ઠિઈ અણુભાગ પએસથીરે, મૂલ ઉત્તર બહુ ભેદ; ઘાતી અથાતી હો બંધોદય ઉદીરણારે, સત્તા કર્મ વિચ્છેદ-પદ્મ. કનકોપલવત પડ પુરુષતણીરે, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સંયોગે જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય-પદ્મ. કારણ જોગે હો બાંધે બંધનેરે, કારણ મુગતિ મુકાય; આશ્રવ સંવર નામ અનુક્રમેરે, હેય ઉપાદેય સુણાય-પદ્મ.
Jain Education International
For Private & Personal Use Only
૨.
૩.
૪.
૫.
૬.
૨.
૩.
૪.
www.jainelibrary.org