________________
સ્તવનો ૧૯૫
૩.
૪.
ચરમાવર્ત* હો ચરમ-કરણ તથા રે, ભવ-પરિણતિ-પરિપાક; દોષ ટળે વળી દૃષ્ટિ ખુલે ભલીરે, પ્રાપ્તિ પ્રવચન વાફ. સંભવ. ગ્રંથ પાતક ઘાતકસાધુ શું રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાત્મ શ્રવણ મનન કરી રે; પરિશીલન નય-હેત. સંભવ. કારણ જોગે હો કારજ નીપજેરે, એમાં કોઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાબિયેરે, એ નિજ મત ઉનમાદ સંભવ. મુગ્ધ સુગમ કરી સેવન આદરેરે, સેવન આગમ અનુપ; જો કદાચિત સેવક યાચનારે, આનંદઘન-રસ-રૂપ. સંભવ.
પ.
શ્રી અભિનંદન સ્વામીનું સ્તવન (રાગ-ધનાશ્રી : સિંધુડા આજ નિહેજો રે દીસે નાહલો-એ દેશી) અભિનંદન જિન ! દરિસણ તરસીએ, દરિસણ દુર્લભ દેવ; મત મત ભેદ રે જો જઈ પૂછીએ, સૌ થાપે અહમેવ-અભિ. સામાન્ય કરી દરિસણ દોહિલું, નિર્ણય સકલ વિશેષ; મદમેં ઘેર્યો રે અંધો કિમ કરે ? રવિ-શશિ-રૂપ વિલેખ-અભિ. હેતુવિવાદે હો ચિત્ત ધરી જોઇએ, અતિ દુરગમ નયવાદ; આગમવાદે હો ગુરુગમ કો નહીં, એ સબલો વિષવાદ-અ. ઘાતિ ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિસણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરું, સેંગું કોઈ ન સાથ-અભિ. દરિસણ દરિસણ રટતો જો ફિરું, તો રણરોઝ સમાન; જેને પિપાસા હો અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન-અભિ. તરસ ન આવે તો મરણ-જીવનતણો, સીઝે જો દરિસણ કાજ; દરિસણ દુર્લભ સુલભ કૃપા થકી આનંદઘન મહારાજ-અભિ.
* છેલ્લું પુગલપરાવર્તન. + અનિવૃત્તિકરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org