________________
સ્તવનો ૦૬૯૯
પ્રવચન-અંજન જો સદ્દગુરુ કરે, દેખે પરમ નિધાન જિનેશ્વર. હૃદયનયણ નિહાપે જગધણી, મહિમા મેરુસમાન જિનેશ્વર. –ધર્મ. ૩. દોડતા દોડતા દોડતા દોડયો, જેતી મનની રે દોડ જિનેશ્વર. પ્રેમ-પ્રતીત વિચારો ટુકડી ગુરુગમ લેજો રે જોડ જિનેશ્વર. –ધર્મ. ૪. એક પખી કિમ પ્રીતિ પરવડે, ઉભય મિલ્યા હુએ સંધિ; જિને. હું રાગી હું મોહે ફંદીઓ, તું નીરાગી નિરબંધ જિનેશ્વર. –ધર્મ. ૫. પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હો જાય જિને.
જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધો અંધ પલાય જિનેશ્વર. –ધર્મ. ૬. નિર્મળ ગુણ મણિ રોહણ ભૂધરા, મુનિજન માનસ હંસ જિનેશ્વર. ધન્ય તે નગરી ધન્ય વેલા ઘડી, માતપિતા કુલ વંશ જિનેશ્વર. –ધર્મ. ૭. મનમધુકર વર-કર જોડી કહે, પદકજ નિકટ નિવાસ જિનેશ્વર, ઘનનામી આનંદઘન સાંભળો, એ સેવક અરદાસ જિનેશ્વર. –ધર્મ. ૮.
૧.
શ્રી શાંતિનાથ સ્વામીનાં સ્તવન [રાગ-મલ્હાર : ચતુર ચોમાસું પડિક્કમીએ દેશી] શાંતિ જિન એક મુજ વિનતિ, સુણો ત્રિભુવનરાય રે. શાંતિ સ્વરૂપ કિમ જાણીએ, કહો મન કિમ પરખાય રે. શાંતિ. ધન્ય તું આતમ જેહને, એવો પ્રશ્ન અવકાશ રે; ધીરજ મન ધરી સાંભળી, કહું શાંતિ પ્રતિભાસ રે. શાંતિ. ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવરે; તે તેમ અવિતથ સદહે, પ્રથમ એ શાંતિપદ સેવરે શાંતિ. આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર રે. શાંતિ. શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાલ રે; તામસી વૃત્તિ સવિ પરિહરે, ભજે સાત્વિક શાલ રે. શાંતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org