________________
સ્તવનોદ૯૩ કોઈ પતિરંજન અતિઘણું તપ કરે રે, પતિરંજન તન તાપઃ એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુમિલાપ-ઋ. ૪. કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષવિલાસ-ઝ. પ. ચિત્તપ્રસને રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન-પદ-રેહ–8. ૬.
૪) શ્રી અજિતનાથ સ્વામીનું સ્તવન (રાગ-આશાવરી : મારું મન મોહ્યું રે શ્રીવિમલ ચળે રે-એ દેશી) પંથડો નિહાળું રે બીજા જિનતણો રે, અજિત અજિત ગુણધામ; જે તે જીત્યારે તેણે હું જીતિયોરે, પુરુષ કિશ્ય મુજ નામ-પંથ. ૧. ચરમનયણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર-પંથ. ૨. પુરુષ પરંપરા અનુભવ જોવતાં રે, અંધો અંધ પલાય; વસ્તુ વિચારે રે જો આગમે કરી રે, ચરણ ધરણ નહિ ઠામ-પંથ. ૩. તર્કવિચારે રે વાદપર પરા રે, પાર ન પહુંચે કોય; અભિમત વસ્તુ રે વસ્તુગતે કહે રે, તે વિરલા જગત જોય-પંથ. ૪. વસ્તુ વિચારે રે દિવ્ય નયણતણોરે, વિરહ પડ્યો નિરધાર; તરતમ જોગે રે તરતમ વાસનારે, વાસિત બોધ આધાર-પંથ. પ. કાળલબ્ધિ લડી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ; એ જન જીવે રે જિનજી ! જાણજોરે, આનંદઘન-મત-અંબ-પંથ. ૬.
શ્રી અજિતનાથનું સ્તવન પ્રીતલડી બંધાણી રે અજિત નિણંદશું, પ્રભુપાખે ક્ષણ એક મને ન સુહાય જો;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org