SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ દ૯૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૨) શ્રી આદિજિનનું સ્તવન માતા મરુદેવીના નંદ ! દેખી તાહરી મૂરતિ મારું મન લોભાણુંજી કે મારું ચિત્ત ચોરાણુંજી; કરુણાનાં ઘર કરુણા-સાગર, કાયા કંચન વાન; ધોરી-લંછન પાઉલે કાંઈ, ધનુષ પાંચસે માન...માતા. ૧. ત્રિગડે બેસી ધર્મ કહેતા, સૂણે પર્ષદા બાર; યોજનગામિની વાણી મીઠી, વરસતી જલધાર....માતા. ઉર્વશી રૂડી અપસરા ને, રામા છે મનરંગ; પાયે નેઉર રણઝણે કાંઈ, કરતી નાટારંભ....માતા. તેહિ બ્રહ્મા, તુંહિ વિધાતા, તું જગતારણહાર; તુજ સરીખો નહિ દેવ જગતમાં, અડવડિયા-આધાર....માતા. ૪. તેહિ ભ્રાતા, તુંહિ ત્રાતા, તેહિ જગતનો દેવ; સુર-નર-કિન્નર-વાસુદેવા, કરતા તુજ પદ સેવ....માતા. ૫. શ્રીસિદ્ધાચલ તીરથ કેરો, રાજા ઋષભ નિણંદ; કીર્તિ કરે માણેકમુનિ તાહરી, ટાળો ભવભય-ફંદ....માતા. ૬. ૧. શ્રી આદિજિનનું સ્તવન (રાગ-મારુ : કરમપરીક્ષા કરણ કુંવર ચલ્યો-એ દેશી) ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો રે, ઓર ન ચાહું રે કંત; રીડ્યો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત-ઋ. પ્રીતસગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીતસગાઈ ન કોય; પ્રીતસગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય-ઋ. કોઈ કંથકારણ કાષ્ટ ભક્ષણ કરે રે, મળશું કતને ધાય; એ મેળો નવિ કહીએ સંભવે રે, મેળો ઠામ ન ઠાય-ઋ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy