SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૧૪) અષ્ટમીનું ચૈત્યવંદન મહા શુદિ આઠમ દિને, વિજયા-સુત જાયો; તેમ ફાગણ શુદિ આઠમે, સંભવ ચડી આવ્યો. ચૈિત્ર વદની આઠમે, જન્મ્યા ઋષભ નિણંદ; દીક્ષા પણ એ દિન લહી, હુઆ પ્રથમ મુનિચંદ. માધવ શુદિ આઠમ દિને, આઠ કર્મ કર્યા દૂર; અભિનંદન ચોથા પ્રભુ, પામ્યાં સુખ ભરપૂર. એડિજ આઠમ ઉજળી, જનમ્યા સુમતિ નિણંદ: આઠ જાતિ કળશે કરી, હવરાવે સુર-ઇંદ. જન્મ્યા જેઠ વદિ આઠમે, મુનિસુવ્રત સ્વામી; તેમ અષાડ શુદિ આઠમે, અષ્ટમી ગતિ પામી. શ્રાવણ વદની આઠમે નમિ જન્મ્યા જગભાણ; તેમ શ્રાવણ શુદિ આઠમે, પાસજીનું નિરવાણ. ભાદરવા વદિ આઠમ દિને, ચવિયા સ્વામી સુપાસ; જિન ઉત્તમ પદ પધને, સેવાથી શિવ-વાસ. (૧૫) મૌન એકાદશીનું ચૈત્યવંદન શાસનનાયક વીરજી, પ્રભુ કેવળ પાયો; સંઘ ચતુર્વિધ સ્થાપવા, મહાસન વન આયો. માધવ સિત એકાદશી સોમલ દ્વિજ યજ્ઞ; ઇંદ્રભૂતિ આદે મળી, છે એકાદશ વિજ્ઞ. એકાદશ ચઉગુણો, તેનો પરિવાર; વેદ અરથ અવળો કરે, મન અભિમાન અપાર. જીવાદિક સંશય હરી, એકાદશ ગણધારા; વીરે સ્થાપ્યા વંદીએ, જિનશાસન જયકાર. م ه ه ه Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy