________________
ચૈત્યવંદનો ૦ ૬૮૫ વર્તમાન ચોવીશી એ, એમ જિન-કલ્યાણ; બીજ દિને કઈ પામિયા, પ્રભુ નાણ-નિર્વાણ. એમ અનંત ચોવીશીએ, હુઆ બહુ કલ્યાણ; જિન ઉત્તમ પદપદ્મને, નમતાં હોય સુખ-ખાણ.
(૧૩)
જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન ત્રિગડે બેઠા વીરજિન, ભાખે ભવિજન આગે; . ત્રિકરણ શું ત્રિહ લોકજન, નિસુણો મન રાગે. આરાધો ભલી ભાતમેં, પાંચમ અજુઆલી; જ્ઞાન-આરાધન કારણે, એહિજ તિથિ નિહાળી. જ્ઞાન વિના પશુ સારિખા, જાણો ઇણે સંસાર; જ્ઞાન-આરાધનથી કહ્યું, શિવપદ-સુખ શ્રીકાર. જ્ઞાનરહિત કિરિયા કહી, કાસ-કુસુમ ઉપમાન; લોકાલોક-પ્રકાશકર, જ્ઞાન એક પરધાન. જ્ઞાની શ્વાસોચ્છવાસમાં, કરે કર્મનો છે; પૂર્વ કોડી વરસાં લગે, અજ્ઞાને કરે જેહ. દેશ-આરાધક ક્રિયા કહી, સર્વ-આરાધક જ્ઞાન; જ્ઞાનતણો મહિમા ઘણો, અંગ પાંચમે ભગવાન. પંચ માસ લઘુપંચમી, જાવ જીવ ઉત્કૃષ્ટિ; પંચ વરસ પંચ માસની, પંચમી કરો શુભદષ્ટિ. એકાવન હિ પંચનો, કાઉસ્સગ્ન લોગસ્સકેરો; ઉજમણું કરો ભાવશું, ટાળે ભવ-ફેરો. એણી પેરે પંચમી આરાધીએ, આણી ભાવઅપાર; વરદત્ત-ગુણમંજરી પરે, રંગવિજય લહો સાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org