________________
૬૮૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
અરિહંત સિદ્ધ સૂરીશ વાચક, સાધુ દર્શન સુખકરં; વર જ્ઞાન પદ ચારિત્ર તપ એ, નમો નવપદ જયકર. ૨. શ્રીપાલ રાજા શરીર સાજા, સેવતાં નવપદ વર. જગમાંહિ ગાજ્યા કીર્તિભાજા, નમો નવપદ જયકરે. ૩. શ્રીસિદ્ધચક્ર પસાય સંકટ, આપદા નાસે અરે; વળી વિસ્તરે સુખ મનોવાંછિત, નમો નવપદ જયકર. ૪. આંબિલ નવ દિન દેવવંદન, ત્રણ ટંક નિરંતર; બે વાર પડિક્કમણાં પલવણ, નમો નવપદ જયકર. પ. ત્રણ કાળ ભાવે પૂજીએ, ભવતારક તીર્થકરે; તિમ ગુણણું દોય હજાર ગણીએ, નમો નવપદ જયકર. ૬. ઇમ વિધિસહિત મન-વચન-કાયા વશ કરી આરાધીએ; તપ વર્ષ સાડાચાર નવપદ, શુદ્ધ સાધન સાધીએ. ૭. ગદ કષ્ટ ચૂરે શર્મ પૂરે, યક્ષ વિમલેશ્વર વર; શ્રી સિદ્ધચક્ર પ્રતાપ જાણી, વિજય વિલસે સુખભર.
(૧૨)
બીજનું ચૈત્યવંદન દુવિધ ધર્મ જેણે ઉપદિશ્યો, ચોથા અભિનંદન, બીજે જન્મ્યા તે પ્રભુ, ભવદુઃખ-નિકંદન. દુવિધ ધ્યાન તમે પરિહરો, આદરો દોય ધ્યાન; ઈમ પ્રકાશ્ય સુમતિજિને, તે ચવિયા બીજદિન. દોય બંધન રાગ-દ્વેષ તેહને ભવિ ! તજીએ; મુજ પરે શીતલ જિન કહે, બીજ દિન શિવ ભજીએ. ૩. જીવાજીવ પદાર્થનું, કરો નાણ સુજાણ; બીજ દિન વાસુપૂજય પરે, લો કેવલનાણ. નિશ્ચય નય વ્યવહાર દોય, એકાંતે ન રહીએ; અર જિન બીજ દિને ચવ્યા, એમ આગળ કહીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org