SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ચૈત્યવંદનો૦૬૮૩ ધનુષ પાંચશે દેહડીએ, સોહે સોવન વાન, કીર્તિવિજય ઉવજઝાયનો, વિનય ધરે તુમ ધ્યાન. (૧૦) શ્રી સીમંધર જિનનું ચૈત્યવંદન સીમંધર પરમાતમા, શિવ-સુખના દાતા; પુખલવઈ-વિજયે જ્યો, સર્વ જીવના ત્રાતા. પૂર્વ વિદેહે પુંડરીગિણી, નયરીએ સોહે; શ્રીશ્રેયાંસ રાજા તિહાં. ભવિયણનાં મન મોહે. ચૌદ સુપન નિર્મળ લહી, સત્યની રાણી માત; કુંથુ-અરજિન-અંતરે, શ્રીસીમંધર જાત. અનુક્રમે પ્રભુ જનમિઆ, વળી યૌવન પાવે; માત-પિતા હરખે કરી, રૂક્મિણી પરણાવે. ભોગવી સુખ સંસારના, સંજમ મન લાવે; મુનિસુવ્રત-નમિ-અંતરે દીક્ષા પ્રભુ પાવે. ઘાતી કર્મનો ક્ષય કરી, પામ્યા કેવળજ્ઞાન; વૃષભ-લંછને શોભતાં, સર્વ ભાવના જાણ. ચોરાશી જસ ગણધરા, મુનિવર એક સો કોડ; ત્રણ ભુવનમાં જોવતાં, નહિ કોઈ એની જોડ. દશ લાખ કહ્યાં કેવલી, પ્રભુજીનો પરિવાર; એક સમય ત્રણ કાળના, જાણે સર્વ વિચાર. ઉદય પેઢાલ-જિન-અંતરે, થાશે જિનવર સિદ્ધ; જસવિજય ગુરુ પ્રણમતાં, શુભ વાંછિત ફળ લીધ. (૧૧) નવપદજીનું ચૈત્યવંદન સકલ-મંગલ-પરમ-કમલા-કેલિ-મંજુલ-મંદિરે; ભવ-કોટિ-સંચિત-પાપ-નાશન, નમો નવપદ જયકર. ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy